Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જે કોઈ કાર નિર્માતા કંપની ન કરી શકી તે Tata Motors એ કરી બતાવ્યું

05:57 PM Feb 08, 2024 | Hardik Shah

ભારતીય કાર ઉત્પાદક ટાટા મોટર્સે (Tata Motors) આજે સ્થાનિક બજારમાં કંઈક એવું કર્યું છે જે આજ સુધી કોઈ અન્ય કાર ઉત્પાદકે કર્યું નથી. ટાટા મોટર્સે તેની બે કાર ટિયાગો (Tiago) અને ટિગોર (Tigor) ના iCNG AMT વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. આ ભારતની પ્રથમ AMT CNG કાર છે. Tiago CNG AMT ને 4 ​​વેરિઅન્ટ્સ – XTA, XZA+, XZA+ ડ્યુઅલ – ટોન અને XZA NRG માં રજૂ કરી છે, જ્યારે Tigor CNG AMT 2 વેરિઅન્ટ્સ – XZA અને XZA+ માં ઉપલબ્ધ થશે.

આ કારની કેટલી રહેશે એવરેજ ?

ટાટા મોટર્સ (Tata Motors) ની કાર આજે રસ્તા પર મોટી સંખ્યામાં દોડતી જોવા મળી રહી છે. ખાસ કરીને ટાટાની કારને પસંદ કરતા લોકો કહે છે કે, અમને આ કાર તેની મજબૂતીના કારણે પસંદ છે. ભલે તે મોંઘી હોય પણ સેફ્ટી ફિચરમાં તે ખૂબ જ આગળ રહેતી હોય છે. જોકે, તાજેતરમાં ટાટા મોટર્સે સત્તાવાર રીતે દેશની પ્રથમ ઓટોમેટિક CNG કાર રેન્જ વેચાણ માટે લોન્ચ કરી છે. કંપનીએ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે તેની સૌથી સસ્તી હેચબેક Tiago CNG AMT અને સસ્તી સેડાન કાર Tigor CNG AMT લોન્ચ કરી છે. આ નવી CNG ઓટોમેટિક રેન્જની શરૂઆતની કિંમત માત્ર 7.89 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જણાવી દઇએ કે, ટાટા મોટર્સ (Tata Motors) નો દાવો છે કે આ ઓટોમેટિક CNG કાર 28.06 કિમી/કિલો સુધીની એવરેજ આપે છે. હાલના કલર વિકલ્પો ઉપરાંત, કંપનીએ કેટલાક નવા રંગોને પણ સામેલ કર્યા છે, ટાટા ટિયાગો માટે ટોર્નાડો બ્લુ અને ટિયાગો NRG માટે ગ્રાસલેન્ડ બેજ અને રેગ્યુલર ટિગોર માટે મીટિઅર બ્રોન્ઝ કલર વિકલ્પનો પણ સમાવેશ કર્યો છે.

Source : Google

2 વર્ષમાં કારનું કેટલું રહ્યું વેચાણ ?

ટાટા મોટર્સ (Tata Motors) પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડના ચીફ કોમર્શિયલ ઓફિસર અમિત કામતે આ લોન્ચ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે CNG કારની માંગ સતત વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં CNG કાર અપનાવતા લોકોનો ગ્રાફ વધ્યો છે. ટાટા મોટર્સે (Tata Motors) ઉદ્યોગ જગતમાં પ્રથમવાર ટ્વીન-સિલિન્ડર ટેક્નોલોજી (કોઈપણ સમજૂતી વિના બુટ સ્પેસ પ્રદાન કરવામાં મદદ), હાઈ એન્ડ ફીચર વિકલ્પો અને CNG ના સીધા લોન્ચ સાથે CNG સેગમેન્ટમાં ક્રાંતિ લાવી છે. છેલ્લા 2 વર્ષમાં અમે 1.3 લાખથી વધુ CNG વાહનોનું વેચાણ કર્યું છે. વોલ્યુમ વધારવા અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ કાર પ્રદાન કરવા માટે, અમે હવે ગર્વથી AMTમાં Tiago અને Tigor iCNG લોન્ચ કરી રહ્યા છીએ. આ સાથે અમે ભારતમાં અમારી પ્રથમ AMT CNG કાર રજૂ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો – ટેન્શન ફ્રી થઈ જાઓ, હવે આ Gadgets થી રસ્તામાં વાહનને પંચર થશે તો પણ ઘરે પહોંચી જશો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ