Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

20 વર્ષનું થયું Facebook, માર્ક ઝકરબર્ગે શેર કરી પહેલી પોસ્ટ

11:32 PM Feb 05, 2024 | VIMAL PRAJAPATI

Facebook: ફેસબુકને આજે પૂરા 20 વર્ષ થઈ ગયા છે. ફેસબુકને માર્ક ઝકરબર્ગે 2004માં લોન્ચ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અત્યારે તે સૌથી વધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે. ઇન્સ્ટાગ્રામ પર, ઝકરબર્ગે ફેસબુક પર તેના શરૂઆતના દિવસોની તસવીરો શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરતી વખતે, ઝકરબર્ગે પોસ્ટ કર્યું, જેમાં તેની જૂની ફેસબુક ડિસ્પ્લે પિક્ચર પણ સામેલ છે, ’20 વર્ષ પહેલા મેં એક વસ્તુ લોન્ચ કરી હતી. ઘણા અદ્ભુત લોકો તેમાં જોડાયા અને તેને કંઈક સારી વસ્તુ બનાવી દીધું. આજે પણ અમે તેને વધુ સારું બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.

2023ના અંતમાં ફેસબુકના યૂજર્સ 2.11 બિલિયન થયા

ફેસબુકના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હૈન્ડલ પર કોમેન્ટ કરી છે કે, ‘લવ યૂ ડેડ’ ઉલ્લેખનીય છે કે, લોન્ચ થયા એર વર્ષમાં જ ફેસબુક પાસે 10 લાખ યૂજર્સ હતા, અને 4 વર્ષની અંદર તેણે તેના હરીફ માયસ્પેસને પાછળ છોડી દીધું હતું. મળતી વિગતો પ્રમાણે 2012માં ફેસબુકે એક મહિનામાં એક અરબ યૂજર્સ બનાવી લીધી હતા. જ્યારે 2023ના અંતમાં ફેસબુકના યુજર્સ 2.11 બિલિયન થઈ ગયા હતા. અત્યારે મેટા પરિવારમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર અને વોટ્સએપ સામેલ છે. હવે ચોથા ક્વાર્ટરમાં દરરોજ 3.19 અબજ લોકો તેનો ઉપયોગ કરે છે.

ઝકરબર્ગ હવે વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ

મળતા આંકડા પ્રમાણે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, કુટુંબ માસિક સક્રિય લોકોની સંખ્યા 3.98 અબજ જેટલી હતી. આ આંકડામાં વાર્ષિક ધોરણે છ ટકાનો વધારો થઈ રહ્યો છે. મેટાના શેરના ભાવમાં ઉછાળા પછી મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગ હવે વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ છે. ફેસબુકની મૂળ કંપની મેટા હવે એડવર્ટાઇઝિંગ જાયન્ટ છે. મેટાએ ગયા અઠવાડિયે 2023 ના છેલ્લા ક્વાર્ટરમાં $40 બિલિયનથી વધુની આવક અને લગભગ $14 બિલિયનનો નફો નોંધાવ્યો હતો.

થ્રેડ્સ પર અત્યારે 130 મિલિનય યૂજર્સ એક્ટિવ

ઈન્સ્ટાગ્રામ થ્રેડ્સ પર અત્યારે મહિનાના 130 મિલિનય લોકો એક્ટિવ છે. જે અગાઉના ક્વાર્ટર કરતાં 30 મિલિયન વધુ છે. ઝકરબર્ગે કંપનીના ચોથા ક્વાર્ટરના અર્નિંગ કોલ દરમિયાન જણાવ્યું હતું કે થ્રેડ્સ સતત વધી રહી છે. થ્રેડ્સનું ગયા જુલાઈમાં રેકોર્ડ બ્રેકિંગ લોન્ચિંગ થયું હતું, જે તેના પ્રથમ પાંચ દિવસમાં 100 મિલિયન નોંધાયેલા વપરાશકર્તાઓ સુધી પહોંચી ગયું હતું, પરંતુ સમય જતાં રસ ઓછો થયો હતો.

આ પણ વાંચો: Paytm ના શેરમાં ઘટાડો યથાવત, આજે પણ કંપનીના શેર 10 ટકા ઘટ્યા