Viral Video: સમુદ્ર સાથે સાથે અંતરીક્ષમાં પણ ઘણા રહસ્યો છૂપાયેલા છે. આપણે તે રહસ્યોને શોધવા માટે પ્રયત્નો પણ કરી રહ્યા છીએ. તેના પર આપણે ઘણું બધુ તો જાણીએ પણ છીએ. ઉલ્લેખનીય છે કે, જેમ જેમ તેના રહસ્યો વિશે જાણવા મળે તેમ તેમ આપણાં આશ્ચર્યમાં સતત વધારો થઈ રહ્યો છે. આજથી હજારો વર્ષો પહેલા એક સમય હતો કે, જ્યારે માનવી પ્રકૃતિની પૂજા કરતો હતો અને સાથે પ્રકૃતિ પણ માણસની સંભાળ રાખતી હતી. સ્વાભાવિક છે કે, પહેલા મહેનત વધારે હતી પરંતુ ધરતીને આટલું કષ્ટ નહોતું થતું.
અંતરિક્ષ પણ બની ગયું કચરાનો ઢેર
નોંધનીય છે કે, માનવીએ જ્યારથી વિજ્ઞાનનો વિકાસ કર્યો ત્યારથી આપણી સુવિધા વધી છે પરંતુ આપણે તેનો કોઈ ખ્યાલ નથી રાખ્યો કે, આ વિકાસથી ધરતની હાલત કેવી થઈ છે? અત્યારે જમીન પર તો અત્યારે અનેક રીતનો કચરો જોવા મળ્યો છે જેનાથી જમીન પ્રદૂષિત થઈ રહી છે. પરંતુ હવે માનવીએ અંતરિક્ષમાં પણ ઈલેક્ટિક કચરો મોટી સંખ્યામાં ફેલાવ્યો છે. તેના કારણે હવે પૃથ્વીના આસપાસનું વાતાવરણ પણ દુષિત થઈ રહ્યું છે.
લાખોની સંખ્યામાં લોકોએ આ વીડિયો જોયો
અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૃથ્વીની આસપાસ મોટી સંખ્યામાં કચરો જોવા મળી રહ્યો છે. પૃથ્વી પોતાના ઘરી પર દડાની માફક તેજ ગતિથી ફરી રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પૃથ્વીની આસપાસ કેટલીજ વસ્તુઓ પણ તેજ ગતિએ ફરી રહી છે. આ કોઈ કોસ્મિક ઘટના નથી પરંતુ તે અવકાશમાં ફેલાયેલ સ્પેસ જંક છે. જમીન પર વિકાસ કરવાની સાથે સાથે અંતરિક્ષમાં પણ આપણે કચરો જમા કરી રહ્યા છીએ. આ રંગબેરંગી દેખાતી વસ્તુઓ ઉપગ્રહો અને અવકાશ જંકની જાળી છે, જેની વચ્ચે પૃથ્વી ફસાઈ ગઈ છે.
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
મળતી વિગતો પ્રમાણે સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ એક્સ પર @latestinspace નામના એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખોની સંખ્યામાં લોકોએ જોઈ લીધો છે. આ સાથે સાથે આ વીડિયો પર હજારો લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયો અત્યારે તેજીથી વાયરલ પણ થઈ રહ્યો છે.