મોટા ભાગના લોકો દિવસ દરમિયાન સતત સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હોય છે અને હવે તો ફોન દ્વારા મોટાભાગના કામ પણ આસાનીથી પુરા થાય છે. જો કે આવી સ્થિતીમાં જો કોઈ એપ ગુપ્ત રીતે તમારા ફોનના કેમેરાનો ઉપયોગ કરીને કૉલ રેકોર્ડ કરવા જેવી વસ્તુઓ કરી રહી છે, તો આનાથી વધુ ખતરનાક કંઈ હોઈ શકે નહીં. સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સે આવા જ એક એન્ડ્રોઇડ બેન્કિંગ ટ્રોજન સ્પાયનોટ વિશે ચેતવણી આપી છે, જે એપ્સમાં ગુપ્ત રીતે જાસૂસી કરે છે.
ખતરનાક માલવેર
નિષ્ણાતોના મતે, આ માલવેર ફોનના અન્ય સોફ્ટવેર અપડેટ્સને કોપી કરીને ખાસ એક્સેસ લે છે. એકવાર આ થઈ જાય, પછી તેનો હેતુ ટેક્સ્ટ સંદેશાઓ અને મહત્વપૂર્ણ બેંકિંગ માહિતીની ચોરી કરવાનો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ માલવેર એપ્સમાં છુપાઈને ઉપકરણના કેમેરાને એક્સેસ કરવા, કૉલ રેકોર્ડ કરવા અને SMS સંદેશા વાંચવા જેવા કાર્યો કરી શકે છે.
આ રીતે ખતરનાક માલવેર ફેલાય છે
આ માલવેર નકલી ટેક્સ્ટ મેસેજ દ્વારા ફેલાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. યુઝર્સને મેસેજની સાથે મોકલવામાં આવેલી લિંક પર ટેપ કરવાનું કહેવામાં આવે છે અને આ માલવેર એપના રૂપમાં ફોનનો એક ભાગ બની જાય છે. તે તાજેતરની એપ્લિકેશનો અને હોમ સ્ક્રીન પર છુપાવે છે, જેથી સુરક્ષા સિસ્ટમ્સ તેને શોધી અને રોકી શકતી નથી. ખતરનાક વાત એ છે કે તેના દ્વારા અંગત વાતચીત પણ રેકોર્ડ કરી શકાય છે અને ચોરી પણ કરી શકાય છે.
ફોનમાં ગુપ્ત રીતે છુપાયો છે આ ખતરો
સંશોધકોએ કહ્યું છે કે આ માલવેર હંમેશા સક્રિય રહેતું નથી અને ઉપકરણ સુધી પહોંચ્યા પછી ચૂપચાપ છુપાઈ જાય છે. આ પછી તેને અમુક પ્રકારના બાહ્ય ટ્રિગરથી સક્રિય કરી શકાય છે. તે ચોક્કસ રીતે વિશેષ પરવાનગીઓનો ઉપયોગ કરે છે અને સાઉન્ડ રેકોર્ડિંગથી લઈને સ્ક્રીનશૉટ્સ સુધી બધું જ કૅપ્ચર કરી શકે છે. ફોનના સેટિંગમાં જઈને આ એપને હટાવવી સરળ નથી અને તે પોતાની જાતને છુપાવે છે.
ફોનમાંથી આ રીતે ડિલીટ કરી શકો છો ખતરનાર એપ
જો તમે ફોન ઉપકરણમાં જાસૂસી માલવેર છે કે નહીં તે તપાસવા માંગો છો અને તેને દૂર કરવા માંગો છો, તો ઘણી પદ્ધતિઓ અજમાવી શકાય છે. તમે Malwarebytes જેવા ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો. Google Play Store માંથી Malwarebytes ડાઉનલોડ કર્યા પછી, તમારે ફક્ત ઉપકરણને સ્કેન કરવાની જરૂર છે. જો ફોનમાં કોઈપણ પ્રકારનો માલવેર હશે, તો તે આપમેળે ડિલીટ થઇ જશે અથવા અનઇન્સ્ટોલ થઈ જશે.
આ પણ વાંચો—-PM MODI એ કરી સુંદર પિચાઇ સાથે ખાસ વાતચીત, AI થી લઈને GOOGLE ના ભાવિ આયોજન સુધીની બાબતો પર ચર્ચા