Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્કોડા સ્લાવિયાનું મેટ એડિશન લોન્ચ, ₹15.52 લાખની કિંમતથી શરુ

10:33 AM Oct 12, 2023 | Maitri makwana

ચેક રિપબ્લિકન કાર મેકર સ્કોડા ઓટો ઈન્ડિયા દ્વારા ભારતમાં સ્કોડા સ્લાવિયાની મેટ એડિશન લોન્ચ કરવામાં આવી છે. આ કારને કંપનીએ કેટલાક કોસ્મેટિક ફેરફારો અને કાર્બન સ્ટીલ ગ્રે શેડમાં મેટ પેઇન્ટ ફિનિશ સાથે રજૂ કરવામાં આવી છે.

સ્કોડા સ્લાવિયાની સ્પેશિયલ મેટ એડિશન તેના ટોપ વેરિઅન્ટની સ્ટાઇલ પર આધારિત છે અને તેની કિંમત રેગ્યુલર વેરિયન્ટ કરતાં 40,000 રૂપિયા વધુ છે. સ્લાવિયાની શરૂઆતની કિંમત 15.52 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય સ્કોડાએ સ્લાવિયાના સ્ટાઈલ વેરિઅન્ટમાં કેટલાક નવા ફીચર્સ પણ આપ્યા છે.સ્કોડાની આ સેડાન તેમના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત કાર છે. આ મોડલને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. ભારતીય બજારમાં સ્લાવિયાની સ્પર્ધા મારુતિ સુઝુકી સિઆઝ, હ્યુન્ડાઈ વર્ના, હોન્ડા સિટી અને ફોક્સવેગન વર્ટસ સાથે થશે.

10-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લોન્ચ

સ્કોડા સ્લાવિયાના મેટ એડિશનમાં કાર્બન સ્ટીલ મેટ ગ્રે કલર સિવાય તેમના ડોર હેન્ડલ્સ અને બેલ્ટલાઈનને ક્રોમ ફિનિશિંગ આપવામાં આવ્યું છે. આ સિવાય સ્લાવિયા મેટ એડિશનની બહાર અન્ય કોઈ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી. સ્લાવિયા મેટ એડિશનમાં રેગ્યુલર મોડલની જેમ બ્લેક અને બેજ રંગનું ડેશબોર્ડ છે.સ્કોડાએ તેમની સેડાનમાં ફરી એકવાર 10-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે, જે સેમી-કન્ડક્ટર ચિપ્સની અછતને કારણે કેટલાક સમયથી ઓફર કરવામાં આવી રહી ન હતી. તેના ટોપ વેરિયન્ટ સ્ટાઈલમાં હવે ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ડ્રાઈવર અને કો-ડ્રાઈવર સીટ તેમજ ફૂટવેલ ઈલુમિનેશનની સુવિધા હશે.

વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને ક્રૂઝ કંટ્રોલ જેવી સુવિધાઓ

સ્લાવિયા મેટ એડિશનમાં 8-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સિંગલ-પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને ક્રૂઝ કંટ્રોલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.સલામતી માટે તેમાં 6 એરબેગ્સ, હિલ-હોલ્ડ આસિસ્ટ અને પાછળનો પાર્કિંગ કેમેરા, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) જેવી સુવિધાઓ આપવામાં આવી છે.સ્લાવિયાની મેટ એડિશનમાં બે એન્જિન વિકલ્પો છે. તેમાં 1-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન છે જે 115 PS ની શક્તિ અને 178 Nm નો મહત્તમ ટોર્ક ધરાવે છે. તે જ સમયે, 150 PSની શક્તિ અને 250 Nmના મહત્તમ ટોર્ક સાથે 1.5-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનની પસંદગી

બંને એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે, જ્યારે 1 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનની પસંદગી પણ આપવામાં આવી છે અને 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ આપવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો – ચાઈનાએ બનાવી નાખી Rolls Royce Cullinan કારની ડિટ્ટો કોપી, કિંમત જાણીને તમે ચોંકી જશો