Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Exoplanet LHS 1140 b: બ્રહ્માંડમાં મનુષ્યની આંખ જેવા ગ્રહની વૈજ્ઞાનિકો કરી શોધ

11:37 PM Jul 10, 2024 | Aviraj Bagda

Exoplanet LHS 1140 b: પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં માનવ જીવનના અસ્તિત્વનો વિચાર હંમેશા વૈજ્ઞાનિકો અને લેખકોને આકર્ષતો રહ્યો છે. આ અંગેની તપાસ પણ સતત ચાલુ હોય છે. જોકે, અત્યાર સુધી પૃથ્વી સિવાય ક્યાંય જીવનના અસ્તિત્વના કોઈ સચોટ પુરાવા મળ્યા નથી. પરંતુ ખગોળશાસ્ત્રીઓએ એક એવા ગ્રહની શોધ કરી છે જે માનવામાં આવે છે કે ત્યાં એલિયન હોઈ શકે છે. આ ગ્રહનું નામ LHS 1140 b રાખવામાં આવ્યું છે.

  • LHS 1140 b નું કદ પૃથ્વી કરતા 1.7 ગણું વધારે

  • ગ્રહની વિશેષતાઓમાં આ ગ્રહનું વાતાવરણ પણ છે

  • અહીં જીવનની સંભાવના પણ ઘણી વધારે છે

તો LHS 1140 b એ એક Exoplanets છે, જે લગભગ 48 પ્રકાશ વર્ષ દૂર Cetus આકાશગંગામાં રહેલો છે. Exoplanets એ ગ્રહોને કહેવામાં આવે છે, જે આપણા સૌર્યમંડળથી બહાર હોય છે. તે જ સમયે પ્રકાશ વર્ષએ અંતર છે, જે પ્રકાશ એક વર્ષમાં પસાર કરે છે. આ અનોખો ગ્રહ LHS 1140 b માનવ આંખ જેવો દેખાય છે અને LHS 1140 b નું કદ પૃથ્વી કરતા 1.7 ગણું વધારે છે. એવું માનવામાં આવે છે કે LHS 1140 b પાણી અથવા બરફથી ઢંકાયેલો હોઈ શકે છે.

ગ્રહની વિશેષતાઓમાં આ ગ્રહનું વાતાવરણ પણ છે

પાણીને જીવન માટે જરૂરી તત્વોમાંનું એક ગણવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે LHS 1140 b પર અમુક માત્રામાં પાણી છે. James Webb Space Telescope દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા પ્રમાણે LHS 1140 b 10 થી 20 ટકા પાણી ધરાવે છે. આ સિવાય તેનું સ્થાન જણાવે છે કે, LHS 1140 b તો ખૂબ ગરમ છે અને ન તો ખૂબ ઠંડું. LHS 1140 b ની સપાટીનું તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. આ ગ્રહની વિશેષતાઓમાં આ ગ્રહનું વાતાવરણ પણ છે.

અહીં જીવનની સંભાવના પણ ઘણી વધારે છે

પૃથ્વીની જેમ LHS 1140 b પર વધુ નાઇટ્રોજન હોવાની શક્યતા છે. આ રીતે વાતાવરણ, પાણી અને તાપમાનના સંયોજનને જોતા વૈજ્ઞાનિકો આ વિચારને લઈને ખૂબ જ સકારાત્મક છે કે LHS 1140 b પૃથ્વી જેવો છે. આવી સ્થિતિમાં LHS 1140 b પર જીવનની સંભાવના પણ ઘણી વધારે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે LHS 1140 b ને મનુષ્ય માટે રહેવા યોગ્ય બનાવી શકાય છે.

આ પણ વાંચો: living on Mars: મંગળ પર પણ માનવી રહી શકશે! વૈજ્ઞાનિકોને એન્ટાર્કટિકામાં એક એવી ખાસ વસ્તુ મળી છે