Insta360: તમે અવકાશમાંથી પૃથ્વીના ઘણા સુંદર ચિત્રો જોયા હશે, પરંતુ કોઈપણ ફોટામાં પૃથ્વી સંપૂર્ણ રીતે દેખાતી નથી. કારણ કે આવી કોઈ તસવીર લેવામાં આવી નથી. પહેલીવાર 360 ડિગ્રીના ખૂણાથી પૃથ્વીની તસવીર લેવામાં આવી છે, તેને પૃથ્વીની સૌથી સુંદર તસવીર કહેવામાં આવી રહી છે. આમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે.
- Satellite પર કેમેરા લગાવવામાં આવ્યા
- Green Earth ની સુંદર તસવીરો
- મિશનને પૂર્ણ કરવા 1 વર્ષનો સમય લાગ્યો
Satellite પર કેમેરા લગાવવામાં આવ્યા
ચીનની ટેક્નોલોજી કંપની Insta360 એ 16 જાન્યુઆરી 2023 ના રોજ Satellite પર કેમેરા લગાવીને સ્પેસમાં કેમેરા મોકલ્યો હતો. આ કેમેરા દ્વારા કેપ્ચર થયેલી પૃથ્વીની સુંદર તસવીરો પોતાનામાં જ અદ્ભુત છે. પૃથ્વીથી 300 Mile દૂરથી કેપ્ચર કરાયેલા Video માં પૃથ્વી ચારે બાજુથી દેખાઈ રહી છે.
Green Earth ની સુંદર તસવીરો
Satellite દ્વારા જે Video જાહેર કરવામાં આવ્યો છે. તેમાં Green Earth ની તમામ તસવીરો કેદ કરવામાં આવી છે. Nasa દ્વારા કેપ્ચર કરાયેલી તસવીરો અને Video તમે પણ જોયા જ હશે. ત્યારે Insta360 એ જણાવ્યું હતું કે ઊર્જાસભર કણો દ્વારા બનાવવામાં આવેલા ચુંબકીય ક્ષેત્રને કારણે પૃથ્વી પર લાઇટ શો શક્ય છે.
મિશનને પૂર્ણ કરવા 1 વર્ષનો સમય લાગ્યો
Insta360 એ દાવો કર્યો છે કે પહેલીવાર સ્પેસમાં ઓપન કેમેરા કામ કરી રહ્યા છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. આ મિશનને 12 મહિનાથી વધુ સમય લાગ્યો છે.જો કે આ Satellite માં લગાવેલા કેમેરા હજુ પણ સંપૂર્ણ રીતે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: