+

WhatsApp : યુઝર્સ માટે આવીરહ્યું છે આ નવું ફીચર, આ રીતે પણ અપડેટ કરી શકશો તમારું સ્ટેટ્સ!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp ) તેના યુઝર્સ માટે સતત નવા નવા ફીચર્સ અને સુવિધાઓ લાવતું હોય છે. ત્યારે હવે વોટ્સએપ વધુ એક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે.…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp ) તેના યુઝર્સ માટે સતત નવા નવા ફીચર્સ અને સુવિધાઓ લાવતું હોય છે. ત્યારે હવે વોટ્સએપ વધુ એક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. જો તમને પણ વોટ્સએપ પર એક જ ડિવાઇસથી સ્ટેટ્સ અપડેટ કરવામાં મુશ્કેલી થઈ રહી છે તો હવે આ સમસ્યા જલદી દૂર થઈ શકે છે. વોટ્સએપ એક એવું ફીચર્સ પર કામ કરી રહ્યું છે કે જેના લોન્ચ થયા પછી યુઝર્સ વેબ વર્જનથી પણ સ્ટેટ્સ અપડેટ કરી શકશે. માહિતી અનુસાર, વોટ્સએપ એ આ નવા ફીચરની ટેસ્ટિંગ બીટા વર્જન પર શરૂ કરી દીધી છે.

જે યુઝર્સ પહેલાથી જ બીટા યુઝર્સ છે તેઓ તેમની એપ અને વેબ પર આ ફીચર જોઈ શકશે. આ ફીચર વોટ્સએપના કમ્પેનિયન મોડનો એક ભાગ છે, જે યુઝર્સને ચાર અલગ-અલગ ડિવાઈસ પર એક જ એકાઉન્ટમાં લોગ-ઈન કરવાનો વિકલ્પ આપે છે. આ મોડમાં પ્રાઈમરી ફોન ઈન્ટરનેટ સાથે જોડાયેલ હોવો જરૂરી નથી.

યુઝર્સ લેપટોપ અથવા કમ્પ્યુટરથી પણ સ્ટેટસ અપડેટ કરી શકશે

WhatsApp આ નવું ફીચર WhatsApp વેબના બીટા વર્ઝન 2.2353.59 પર જોવામાં આવ્યું છે. નવી સુવિધા એ ચારેય ઉપકરણો પર કામ કરશે, જેમાં તમે તમારા પ્રાથમિક એકાઉન્ટમાં લોગ-ઇન કર્યું છે. નવા અપડેટ પછી, WhatsApp યુઝર્સ તેમના લેપટોપ અથવા કમ્પ્યુટરથી પણ સ્ટેટસ અપડેટ કરી શકશે. નવા ફીચરને એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.24.1.4 પર જોઈ શકાશે. જણાવી દઈએ કે, હાલમાં WhatsApp સ્ટેટસ ફક્ત પ્રાઈમરી ડિવાઈસ અને મોબાઈલથી જ અપડેટ કરી શકાય છે.

 

આ પણ વાંચો – 2024માં BharatGPT અને OpenHathi ChatGPTને આપશે ટક્કર

Whatsapp share
facebook twitter