+

Elon Musk: Elon Musk ની Starlink એવું તો શું લાવી રહી છે, જેથી Jio-Airtel નું ટેન્શન વધ્યું

ઈન્ટરનેટ ક્ષેત્રે એલોન મસ્ક નવી સિદ્ધી હાંસિલ કરશે ઈન્ટરનેટ જગતમાં એલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા આપતી વિશ્વમાં સૌથી વધું પ્રખ્યાત છે. પરંતુ હવે એલોન મસ્ક આ ક્ષેત્રે એક પગલું આગળ…

ઈન્ટરનેટ ક્ષેત્રે એલોન મસ્ક નવી સિદ્ધી હાંસિલ કરશે

ઈન્ટરનેટ જગતમાં એલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા આપતી વિશ્વમાં સૌથી વધું પ્રખ્યાત છે. પરંતુ હવે એલોન મસ્ક આ ક્ષેત્રે એક પગલું આગળ વધાયું છે. એલોન મસ્ક દ્વારા ફ્લાઈટની અંદર કોમર્શિયલ રીતે ઈન્ટરનેટ સેવા આપવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે, તેથી Jio અને Airtel નું ટેન્શન વધી ગયું છે.

કેવી રીતે ફ્લાઈટમાં ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવામાં આવશે

એલોન મસ્કની ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની ઈન્-ફ્લાઈટ સર્વિસ આપવા જઈ રહી છે. આ સેટેલાઇટ ઇન્ટરનેટ સોલ્યુશન ટૂંક સમયમાં સ્ટારલિંક દ્વારા રજૂ કરવામાં આવી શકે છે. ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટનો ખ્યાલ વર્ષ 2003માં રજૂ કરવામાં આવ્યો હતો. તે સૌપ્રથમ બોઇંગ વતી બ્રિટિશ એરવેઝ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. બ્રિટિશ એરવેઝ ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી રજૂ કરનાર પ્રથમ એરલાઇન હતી.

સ્પેસએક્સનો ઈતિહાસ

સ્પેસએક્સ દ્વારા 2019 માં સ્ટારલિંગ સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી હતી. કંપની 5500 લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ સેવા ઓફર કરી રહી છે. જે જમીન પર દરેક જગ્યાએ ઇન્ટરનેટ પહોંચાડે છે. ઑક્ટોબર 2022 માં સ્પેસએક્સ દ્વારા એરલાઇન્સ અને એવિએશન સેક્ટરમાં સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Google Maps: ઈંધણના ઉપયોગમાં કરશે ઘટાડો Google Maps નું નવું ફિચર

 

 

 

Whatsapp share
facebook twitter