Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

WhatsApp યૂઝર્સને જોરદાર ઝટકો! ફોટો-વીડિયો માટે ચૂકવવા પડશે આટલા પૈસા

08:19 PM Nov 20, 2023 | Hiren Dave

સૌની લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp દ્વારા ચેટ બેકઅપ સંબંધિત સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વોટ્સએપમાં ફોટો-વીડિયોની સર્વિસ માટે તમારે પૈસા ચૂકવવા પડશે, જી હા, કઈ સેવા માટે અને કેટલા પૈસા ચૂકવવા પડશે જાણીયે…..

વોટ્સએપ સૌથી યુઝર ફ્રેન્ડલી મેસેજિંગ એપ છે. વર્લ્ડમાં આ એપ વાપરનારા લોકોની સંખ્યા 2 અરબથી વધુ છે. જેથી વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરતુ રહે છે. પરંતુ હવે ફીચર સાથે તમારે ચાર્જ ચૂકવવો પડશે. WhatsApp દ્વારા ચેટ બેકઅપ સંબંધિત સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.નવા નિયમ અનુસાર, હવે WhatsApp ચેટ પણ Google સ્ટોરેજનો એક ભાગ હશે. 2018 પછી ફરી આ નિયમ લાવવામાં આવ્યો છે. જે યૂઝર્સનું WhatsApp બેકઅપ વધુ છે, તેમને તકલીફ થઈ શકે છે. આ નિયમ આવ્યા પછી Google તરફથી 15 GB આપવામાં આવે છે, તેટલી સ્પેસ પણ પૂરતી નહીં રહે.

 

ગૂગલ યુઝર્સને 15 GB સ્ટોરેજ આપવામં આવે છે.
શું છે આ નિયમ ?…જાણીયે…Google અને WhatsApp એ જાહેરાત કરી છે કે ,ડિસેમ્બર 2023થી, WhatsApp બેકઅપ Google દ્વારા પ્રદાન કરવામાં આવતા 15 GB ફ્રી સ્ટોરેજનો ભાગ હશે. જો તમારો ડેટા 15 જીબી કરતાં વધી જાય, તો તમારે વધારાનો ડેટા કાઢી નાખવો પડશે અથવા પૈસા ખર્ચવા પડશે. ગૂગલ યુઝર્સને 15 GB સ્ટોરેજ આપવામં આવે છે. એન્ડ્રોઇડ યૂઝર્સ Google Photos, Gmail અને તેમના ફોનનું બેકઅપ લેવા માટે આ સ્ટોરેજનો ઉપયોગ કરી શકે છે. યુઝર્સને વ્હોટ્સએપ બેકઅપની સુવિધા પણ મળે છે. વ્હોટ્સએપનું બેકઅપ ગૂગલ ડ્રાઇવમાં જાય છે, જે અત્યાર સુધી ગૂગલ સ્ટોરેજમાં એડ કરવામાં આવ્યું ન હતું.

મહિને ઓછામાં ઓછા 130 રૂપિયા ખર્ચવા પડશે.

આ સુવિધાની મદદથી મોટાભાગના યૂઝર્સ તેમનું કામ કરી શકતા હતા. નવા નિયમને કારણે મુશ્કેલીઓ વધી શકે છે. જો તમારું બેકઅપ વધુ હશે તો Google પાસેથી વધારાની સ્ટોરેજ ખરીદો જે માટે તમારે દર મહિને ઓછામાં ઓછા 130 રૂપિયા ખર્ચવા પડશે. યૂઝરને દર મહિને 130 રૂપિયામાં 100 જીબી ડેટા મળશે. આ નવો નિયમ WhatsApp બીટા યુઝર્સ માટે આવતા મહિનાથી અને સામાન્ય યુઝર્સ માટે આવતા વર્ષના પહેલા છ મહિનામાં લાગુ કરવામાં આવશે.

આ નિયમ લાગુ કરતા પહેલા, WhatsAppમાં યૂઝર્સને એક સૂચના મોકલવામાં આવશે. આ સૂચનામાં, યૂઝર્સને 30 દિવસની અંદર તેમના બેકઅપને મેનેજ કરવા માટે કહેવામાં આવશે.ક્યારે જોવા મળશે આ પરિવર્તન ?….ક્લાઉડ બેકઅપ સંબંધિત ફેરફારો ધીમે ધીમે વપરાશકર્તાઓ માટે લાગુ કરવામાં આવશે. તે સૌપ્રથમ બીટા વપરાશકર્તાઓને અસર કરશે અને ધીમે ધીમે આવતા વર્ષના પ્રથમ છ મહિનામાં તમામ વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે. આ યુઝર્સને એપ સેટિંગ્સમાં એલર્ટ મોકલીને આ બદલાવ વિશે જાણ કરવામાં આવશે. પ્લેટફોર્મે સ્પષ્ટ કર્યું છે કે યુઝર્સને આ ફેરફાર વિશે તેના અમલીકરણના 30 દિવસ પહેલા જાણ કરવામાં આવશે.

આ  પણ  વાંચો –ચીને લોન્ચ કર્યું વિશ્વનું સૌથી ઝડપી ઇન્ટરનેટ, એક સેકન્ડમાં 150 HD મૂવી મોકલવામાં આવશે