+

ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં આફ્રિકાને 7 વિકેટે સરળતાથી હરાવીને શ્રેણી જીતી

ભારત (India)અને સાઉથ આફ્રિકા(South Africa)ની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝ(Series)ની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે દિલ્હી (Delhi)ના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium)માં રમાઈ ગઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાએ આપેલા 100 રનના ટાર્ગેટને 19.1 ઓવરમાં જ ચેઝ કરીને સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે 12 વર્ષે વન-ડે સિરીઝ જીતી હતી. શુભમન ગિલે સૌથી વધુ 57 બોલમાં 49 રન કર્યા હતા. તો શ્રેયસ અય્યરે 23 બોલમાં 28 રà
ભારત (India)અને સાઉથ આફ્રિકા(South Africa)ની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝ(Series)ની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે દિલ્હી (Delhi)ના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium)માં રમાઈ ગઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાએ આપેલા 100 રનના ટાર્ગેટને 19.1 ઓવરમાં જ ચેઝ કરીને સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે 12 વર્ષે વન-ડે સિરીઝ જીતી હતી. શુભમન ગિલે સૌથી વધુ 57 બોલમાં 49 રન કર્યા હતા. તો શ્રેયસ અય્યરે 23 બોલમાં 28 રન કર્યા હતા. બ્યોર્ન ફોર્ટ્યુન અને લુન્ગી એન્ગિડીને 1-1 વિકેટ મળી હતી.
શ્રેણીમાં શાનદાર જીત બાદ  ભારતીય  ખેલાડીઓએ  ઉજવણી  કરી હતી 


સાઉથ આફ્રિકાની ટીમનો ધબડકો જોવા મળ્યો હતો

અગાઉ સાઉથ આફ્રિકાની ટીમનો ધબડકો જોવા મળ્યો હતો, અને ટીમ 27.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે 4.1 ઓવરમાં 1 મેડન સાથે 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો સિરાજ, સુંદર અને શાહબાઝને 2-2 વિકેટ મળી હતી. સાઉથ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેન સર્વાધિક સ્કોરર રહ્યો હતો. તેણે 42 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ પછી જાનેમન મલાને 15 રન અને માર્કો જેનસને 14 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના કુલ 7 બેટરો ડબલ ડિજિટનો સ્કોર પણ કરી શક્યા નહોતા.


12 વર્ષે સાઉથ આફ્રિકાને હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ દિલ્હીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવીને સિરીઝ કબજે કરી હતી. આ સાથે જ ભારતે સાઉથ આફ્રિકાને 12 વર્ષે ઘરઆંગણે વન-ડે સિરીઝમાં હરાવ્યું છે. છેલ્લે ભારતે સાઉથ આફ્રિકાને 2010માં પરાજય આપ્યો હતો.
સાઉથ આફ્રિકાએ ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો
સાઉથ આફ્રિકાએ ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. આ અગાઉ 1999માં સાઉથ આફ્રિકા ભારત સામે 117 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. તો સાઉથ આફ્રિકાએ ત્રીજી મેચમાં પણ પોતાની ટીમનો કેપ્ટન બદલાવ્યો હતો. આજે કેશવ મહારાજની જગ્યાએ ડેવિડ મિલર કેપ્ટનશિપ કરી રહ્યા હતા.

ભારતના કયા બોલરે કેટલી વિકેટ લીધી 


કુલદીય યાદવે 4, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાઝ, શહબાઝ અહમદે 2-2 વિકેટ ઝડપી હતી. આ રીતે આફ્રિકાની આખી ટીમ 27.1 ઓવરમાં 99 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 

પહેલી વનડેમાં આફ્રિકાની, બીજી વનડેમાં ભારતની જીત


ઉલ્લેખનીય છે કે પહેલી વનડેમાં આફ્રિકાની તો બીજી વનડેમાં ભારતની જીત થયેલી છે અને હવે આફ્રિકા ટીમ સસ્તામાં આઉટ થઈ જતા ભારત માટે સિરિઝ જીતવાની પ્રબળ સંભાવના ઊભી થઈ છે. 100 રન પૂરા કરી લેતા જ ભારત સિરિઝ જીતી જશે. 

Whatsapp share
facebook twitter