+

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20I સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલીને પડતો મુકાયો

ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ઈંગ્લેન્ડ બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલા વન-ડે અને બાદમાં T20I સીરીઝ રમવાની છે. વન-ડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાએ ટીમની ઘોષણા કરી દીધી છે અને હવે T20I સીરીઝની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. BCCIની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર યોજાનારી આ દ્વિપક્ષીય T20 ઈન્ટરનેશનલ માટે ભારતીય ટીમની પસંદગી કરી દીધી છે. આ સીરીઝમાં ઘàª
ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ઈંગ્લેન્ડ બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલા વન-ડે અને બાદમાં T20I સીરીઝ રમવાની છે. વન-ડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાએ ટીમની ઘોષણા કરી દીધી છે અને હવે T20I સીરીઝની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. 
BCCIની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર યોજાનારી આ દ્વિપક્ષીય T20 ઈન્ટરનેશનલ માટે ભારતીય ટીમની પસંદગી કરી દીધી છે. આ સીરીઝમાં ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય મેચમાં કઇ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હોય તેવા વિરાટ આરામ આપવામાં આવ્યો છે જ્યારે કુલદીપ યાદવ અને કેએલ રાહુલે પુનરાગમન કર્યું છે. કોહલી ઉપરાંત નંબર-1 ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ T20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. બુમરાહે ઈંગ્લેન્ડ સામેની ઓવલ વનડેમાં 19 રન આપીને 6 વિકેટ લીધી હતી.  
જોકે, બંને ખેલાડીઓનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે. આવેશ ખાન, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહને ફરી તક મળી છે. તાજેતરમાં જ કેએલ રાહુલની પીઠની સર્જરી જર્મનીમાં થઈ હતી. જે બાદ તેને આરામ આપવામાં આવ્યો હતો. કેએલ રાહુલ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી અને ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ હવે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ટીમમાં પરત ફરવા તૈયાર છે.

પહેલી T20I મેચ: 29 જુલાઈ, પોર્ટ ઓફ સ્પેન
બીજી T20I મેચ: 1 ઓગસ્ટ, સેન્ટ કિટ્સ અને નેવિસ
ત્રીજી T20I મેચ: 2 ઓગસ્ટ, સેન્ટ કિટ્સ અને નેવિસ
ચોથી T20I મેચ: 6 ઓગસ્ટ, ફ્લોરિડા, યુએસએ
પાંચમી T20 મેચ: 7 ઓગસ્ટ, ફ્લોરિડા, યુએસએ
કે એલ રાહુલ ઉપરાંત આર અશ્વિનને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આર અશ્વિને છેલ્લે 19 નવેમ્બર 2021ના રોજ ન્યૂઝીલેન્ડ સામે T20 મેચ રમી હતી. આ મેચ રાંચીમાં રમાઈ હતી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર યોજાનારી વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેપ્ટનશીપ શિખર ધવનને સોંપવામાં આવી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ T20 મેચોની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી શાનદાર જીત નોંધાવી છે. પસંદગી સમિતિ આ શ્રેણીના અંતની રાહ જોઈ રહી હતી જેથી કરીને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી આસાન થઈ શકે. નોંધનીય છે કે, આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે, આવી સ્થિતિમાં ટીમની પસંદગીમાં આ મોટી ટૂર્નામેન્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી.

Koo App

🏏 ख़बर 🚨 : वेस्टइंडीज के खिलाफ टी20 सीरीज के लिए भारतीय टीम की घोषणा। विराट कोहली नहीं! क्या यह संकेत है कि #India उसके बिना #T20WC खेल सकता है या वह सिर्फ “आराम” कर रहा है? रोहित शर्मा (कप्तान), आई किशन, केएल राहुल*, सूर्यकुमार, डी हुड्डा, एस अय्यर, डी कार्तिक, आर पंत, एच पंड्या, आर जडेजा, अक्षर, आर अश्विन, आर बिश्नोई, कुलदीप यादव*, बी कुमार, अवेश खान , हर्षल, अर्शदीप। *केएल और कुलदीप का समावेश #fitness पर आधारित है #TeamIndia | #WIvIND | #CricketOnKoo | @FanCode | #India

Suhail Chandhok (@SuhailChandhok) 14 July 2022

Whatsapp share
facebook twitter