- આજે દેશભરમાં Teachers’ Day ની ભાવપૂર્વક ઊજવણી
- દેશમાંથી કુલ 16 શિક્ષકોને મળશે ‘President’s Medal Award’
- ગુજરાતમાંથી એકમાત્ર શિક્ષક આ એવોર્ડથી થશે સન્માનિત
- પ્રોફેસર રણજિત પરમારને આજે મળશે આ ખાસ એવોર્ડ
આજે દેશભરમાં ‘શિક્ષક દિવસ’ (Teachers’ Day) ની ભાવપૂર્વક ઊજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વિવિધ સ્થળે ‘શિક્ષક સન્માન’ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પરંતુ, આ વચ્ચે ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે જૂનાગઢ સરકારી પોલિટેકનિક કોલેજ (Junagadh Government Polytechnic College) ખાતે ફરજ બજાવતા પ્રોફેસર રણજિત પરમારને આજે ‘રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ’થી (President’s Medal Award) સન્માનિત કરવામાં આવશે.
– આજે દેશભરમાં Teachers’ Day ની ભાવપૂર્વક ઊજવણી
– દેશમાંથી કુલ 16 શિક્ષકોને મળશે ‘President’s Medal Award’
– ગુજરાતમાંથી એકમાત્ર શિક્ષક આ એવોર્ડથી સન્માનિત થશે
– પ્રોફેસર રણજિત પરમારને આજે આ ખાસ એવોર્ડ અપાશે
– જૂનાગઢ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે ફરજ બજાવે છે
– આ વિશેષ સન્માન…— Gujarat First (@GujaratFirst) September 5, 2024
આ પણ વાંચો – National Teacher’s Day-આણંદના શિક્ષક વિનયભાઈ પટેલને સન્માન
પ્રોફેસર રણજિત પરમારને વિશેષ સન્માન
આજે 5 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય ‘શિક્ષક દિવસ’ (National Teachers’ Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે આજે ગુજરાતનાં જૂનાગઢ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે ફરજ બજાવતા પ્રોફેસર રણજિત પરમારને (Professor Ranjit Parmar) વિશેષ સન્માન અપાશે. પ્રોફેસર રણજિત પરમારને આજે ‘રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ’થી (President’s Medal Award) સન્માનિત કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ દેશમાંથી કુલ 16 શિક્ષકોની આ બાબતે પસંદગી કરવામાં આવી છે, જેમાંથી જૂનાગઢનાં (Junagadh) પ્રોફેસર રણજિત પરમારનાં નામની ગુજરાત રાજ્યમાંથી એક માત્ર પસંદગી થઈ છે.
આ પણ વાંચો – National Teacher’s Day-બાઢડાપરાના શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન
દેશભરમાંથી 16 શિક્ષકોની પસંદગી, ગુજરાતમાંથી એકમાત્ર ટીચર
ખાસ વાત તો એ છે કે ઈજનેર અભ્યાસક્રમમાં જે વિધાર્થીઓ ગુજરાતી માધ્યમમાંથી આવતા હોય તેઓ સરળ ભાષામાં અભ્યાસક્રમ સમજી શકે તે માટે તેઓએ વીડિયો તૈયાર કર્યા છે. રાષ્ટ્ર્રપતિ ચંદ્રકની પસંદગી માટે તેમના વિશેષ તૈયાર કરેલ વીડિયો ઉપરાંત કોલેજની હરિયાળી અને વિવિધ પ્રવૃત્તિઓનાં પાસાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ તકે પ્રોફેસર રણજિત પરમારે ખુશી વ્યક્ત કરતા આ વિશેષ સન્માનને ટીમ વર્કનો એક ભાગમાંનીને સ્ટાફની દરેક વ્યક્તિને શ્રેય આપ્યો હતો. મહત્ત્વનું છે કે જૂનાગઢ પોલિટેક્નિક કોલેજ ખાતે ડિપ્લોમા મિકેનિકલ (Diploma in Mechanical), ઇલેક્ટ્રિકલ, સિવિલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલી રહ્યો છે. અહીં, કુલ 700 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો –VADODARA : શિક્ષકોએ મેળવેલ પુરસ્કારની ધનરાશી બાળકોના પાઠ્યપુસ્તકો માટે વાપરશે