+

પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ,મનપાની કડક કાર્યવાહી થી લોકોમાં ફફડાટ

વેરા વસુલાત માટે મનપાની કડક કાર્યવાહીમિલકતધારકો ની પ્રોપર્ટી સીલ કરવાની કામગીરી કરાઇ150મિલકતો ટાંચમાં લઈ સીલ કરવામાં આવી છે જ્યારે ૩૦ કરોડ થી વધુની વસૂલાત કરવામાં આવીમનપા દ્વારા વેરા વસુલાત અંગે કડકાઈ વર્તવામાં આવી રહી છે.સાથે સુરત મહનગરપાલિકા ની વેરા વસૂલાત ઝૂંબેશ પુરજોશમાં ચાલી રહી છે. 150 મિલકતો ટાંચમાં લઈ સીલ કરવામાં આવી છે જ્યારે ૩૦ કરોડ થી વધુની વસૂલાત કરવામાં આવી છે.સુરàª
  • વેરા વસુલાત માટે મનપાની કડક કાર્યવાહી
  • મિલકતધારકો ની પ્રોપર્ટી સીલ કરવાની કામગીરી કરાઇ
  • 150મિલકતો ટાંચમાં લઈ સીલ કરવામાં આવી છે 
  • જ્યારે ૩૦ કરોડ થી વધુની વસૂલાત કરવામાં આવી
મનપા દ્વારા વેરા વસુલાત અંગે કડકાઈ વર્તવામાં આવી રહી છે.સાથે સુરત મહનગરપાલિકા ની વેરા વસૂલાત ઝૂંબેશ પુરજોશમાં ચાલી રહી છે. 150 મિલકતો ટાંચમાં લઈ સીલ કરવામાં આવી છે જ્યારે ૩૦ કરોડ થી વધુની વસૂલાત કરવામાં આવી છે.
સુરતના લિમ્બાયત ઝોન વિસ્તારમાં કડકાઈ થી વેરો વસૂલવામાં આવ્યો છે,જેમ્સ સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત ના આસી.કમિશનર ના માર્ગદર્શન હેઠળ સેકશન ઓફિસર, સુપરવાઈઝર તથા આકારણી અને વેરા વસુલાત વિભાગના સ્ટાફ દ્વારા આજે એટલે કે તારીખ ૩૧/૧/૨૦૨૩ ના રોજ લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલ રેસીડેન્સ,કોર્મશીયલ સ્લમ વિસ્તારમાં વેરા વસુલાતની કામગીરી ઘનિષ્ઠ બનાવવામાં આવતા લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરતા કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે. 
મહાનગર પાલિકા દ્વારા150 મિલ્કતોને ટાંચમાં લઈ સીલ કરવામાં આવી છે.વસૂલાત ને જોતા દંડ ના ભયે કરદાતા ઓએ સ્થળ પર જ રૂ 40,65,000 ની ભરપાઈ કરી દીધી હતી, જ્યારે લિંબાયત ઝોન દ્વારા આજરોજ કુલ રૂ 58,00,000 મિલ્કત વેરા પેટે અને EWS આવાસના હપ્તા પેટે રૂ. 86,210 ની વસુલાત કરવામાં આવી હતી.    
2 માસ અગાઉ લિંબાયત ઝોન વસૂલવામાં આવ્યો
ગત વર્ષની સરખામણીની વાત કરીએ તો તા.૩૧/૦૧/ર૦રરની રૂ 122  કરોડની વસુલાત સામે રૂ 30 કરોડની વધુ વસુલાત આ વખતે કરવામાં આવી છે.અને તા.૩૧/૦૩/ર૦રર સુધીની કુલ રીકવરીના રૂ154 કરોડના વસુલાતના લક્ષયાંકને 2 માસ અગાઉ લિંબાયત ઝોન ધ્વારા તા.૩૧/૦૧/ર૦ર૩ ના રોજ વસૂલવામાં આવ્યો છે.જેની ટકાવારીની વાત કરીએ તો ૬૭.૪પ % પાલિકા ના ચોપડે નોંધાઈ છે.
વેરો ભરપાઈન કરતા કરદાતાની મિલ્કતોને ટાંચમાં લઈ સીલ કરાઇ
આગામી દિવસોમાં પણ સાઉથ ઈસ્ટ ઝોન લિંબાયત માં તમામ ઈન્ડસ્ટ્રીયલ તેમજ કોમર્શીયલ વિસ્તારમાં પણ લાંબા સમયથી વેરો ભરપાઈન કરતા કરદાતાની મિલ્કતોને ટાંચમાં લઈ સીલીગની કાર્યવાહી કરવામાં આવનાર છે. તથા રેસીડેન્ટ એરીયામા બાકીદારોની મિલ્કતોમાં નળ કનેક્શન તેમજ ડ્રેનેજ કનેકશન કાપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.આથી જે કરદાતાઓને મિલ્કત વેરો બાકી છે. તેમણે ઝોન ઓફીસ તથા સિવિક સેંન્ટરોને સંપર્ક કરી તાત્કાલિક વેરો ભરવા ખાસ સૂચના આપવામાં આવી છે.
મહાપાલિકામાં છેલ્લા દોઢ દાયકાથી વેરાનો વધારો કરવામાં આવ્યો નથી
એક બાજુ વેરા વસુલાત ઝુંબેશ ચાલી રહી છે.બીજી બાજુ સુરતીઓએ હવે સુરતમાં રહેવા માટે વેરામાં મોટો વધારો ચૂકવવો પડી શકે છે. સુરત મહાપાલિકામાં છેલ્લા દોઢ દાયકાથી વેરાનો વધારો કરવામાં આવ્યો નથી. છાશવારે ચૂંટણીના નામે મનપા તંત્ર તેમજ શાસકો દ્વારા વેરા વધારાની દરખાસ્તોને ઉડાડી દેવામાં આવી છે પરંતુ હવે મહા પાલિકાની તિજોરીનું તળિયું દેખાવા માંડતા વેરા વધાર્યા વિના છૂટકો નહિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વર્ષના છેલ્લા કવાટરને ધ્યાને રાખી વધુ સઘન બનાવાઇ છે
સુરત મહાનગરપાલિકાની આવક સમાન સીધાવેરાની વસુલાતની ઝુંબેશ નાણાકીય વર્ષના છેલ્લા કવાટરને ધ્યાને રાખી વધુ સઘન બનાવાઇ છે,તેમજ મિલ્કત વેરો ભરપાઇ નહિ કરનારા ઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જેવી મનપા એ તૈયારી આરંભી છે.

આપણ  વાંચો- મહેસાણા જિલ્લામાં કબૂતરબાજીની બનતી વારંવાર ઘટના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter