+

DELHI : પ્રેમ નગર વિસ્તારમાં મકાનમાં લાગી ભયાવહ આગ, ઘટનામાં ચાર લોકો જીવતા ભૂંજાયા

DELHI FIRE INCIDENT : દેશની રાજધાની દિલ્હીમાંથી હવે આગની ભયંકર ઘટના સામે આવી છે. દિલ્હીના એક મકાનમાં ભયાવહ આગ લાગતા, આ ઘટનામાં ચાર લોકો જીવતા ભડથું થયા છે. મળતી માહિતી…

DELHI FIRE INCIDENT : દેશની રાજધાની દિલ્હીમાંથી હવે આગની ભયંકર ઘટના સામે આવી છે. દિલ્હીના એક મકાનમાં ભયાવહ આગ લાગતા, આ ઘટનામાં ચાર લોકો જીવતા ભડથું થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટના મધ્યરાત્રિએ બની હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના.

DELHI ના પ્રેમ નગરમાં બની હતી આ ઘટના

દિલ્હીના પ્રેમ નગર વિસ્તારમાં આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, આ ઘટના મધરાતે બની હતી. ગત રાત્રે સાડા ત્રણ વાગ્યે આ ઘટના બની હતી. આગ લાગવાની ઘટના સામે આવતા લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. તે જ સમયે, ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કોઈક રીતે આગને કાબૂમાં લીધી હતી. આ દરમિયાન તેણે 4 લોકોને ઘરની બહાર કાઢ્યા હતા જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનામાં ચાર લોકોએ ગુમાવ્યો જીવ

પ્રાથમિક તપાસ અનુસાર, આ આગ લાગવાની ઘટના ઘરના પહેલા માળના સોફા અને ઇન્વર્ટરમાં આગ લગવાને કારણે બની હતી. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનામાં જીવ ગુમાવેલા લોકોની ઓળખ થઈ છે. આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં હીરા સિંહ 48 વર્ષ, નીતુ સિંહ 46 વર્ષ, રોબિન 22 વર્ષ, લક્ષ્ય 21 વર્ષનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Telangana સરકારે ફરી એકવાર મોટો ફેરફાર કર્યો, 44 IAS અધિકારીઓની બદલી…

Whatsapp share
facebook twitter