+

Tarnetar: મેળાની ભવ્યતા અને પ્રભુતા ભૂલાઈ, ભાતીગળ મેળામાં સ્ટેજ પર થયો અશ્લીલ ડાન્સ!

ડાન્સરોના અશ્લીલ ડાન્સે મેળાની લાજ લૂંટી લોકમેળામાં લાગેલા સ્ટોલમાં કરાયો હતો ડાન્સ ડાન્સરો પર આફરીન યુવાનોએ નોટો ઉડાવી મેળાની અસલિયતને ભૂંસવાના કારસા સમાન Tarnetar: ભારતીય લોકોને ઉત્સવ પ્રિય કહેવામાં આવ્યાં…
  1. ડાન્સરોના અશ્લીલ ડાન્સે મેળાની લાજ લૂંટી
  2. લોકમેળામાં લાગેલા સ્ટોલમાં કરાયો હતો ડાન્સ
  3. ડાન્સરો પર આફરીન યુવાનોએ નોટો ઉડાવી
  4. મેળાની અસલિયતને ભૂંસવાના કારસા સમાન

Tarnetar: ભારતીય લોકોને ઉત્સવ પ્રિય કહેવામાં આવ્યાં છે. કોઈ પણ તહેવાર હોય આપણે ખુબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવતા હોઈએ છીએ. આ સાતે ગુજરાતમાં પણ અનેક પ્રકારના મેળાઓ ભરાય છે. જેમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં ભરાતો તરેણતરનો મેળો જગવિખ્યાત છે. પરંતુ અત્યારે આ મેળાને લજવે તેવો એક વીડિયો સામે આવ્યો છે. આ મેળાની જે ગરીમા છે તેને લજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં લાખોની સંખ્યામાં લોકો આવે છે પરંતુ આ વીડિયોએ મેળાનું મહત્વ ઘટાડ્યું છે.

આ પણ વાંચો: મહિલાને બદનામ કરવા પોસ્ટ શેર કરી લખ્યાં વાંધાજનક લખાણ, આરોપી આવ્યો પોલીસ સકંજામાં

મેળાની અસલિયતને ભૂંસવાના કારસા સમાન

સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતા જગપ્રસિદ્ધ તરણેતર (Tarnetar )ના મેળાને લજવતો વીડિયો વાયરલ થયો છે. ભાતીગળ મેળામાં હુડો રાસ, રાસડા અને દુહા-છંદને માણવા દેશ-વિદેશથી લોકો આવે છે. આવા ભાતીગળ મેળામાં અશ્લીલ ડાન્સરોના ડાન્સ યોજીને પાંચાળ ભૂમિની સંસ્કૃતિને લજવવાનું કામ કોણે કર્યુ તેના સામે સવાલો ઉઠી રહ્યાં છે. નોંધનીય છે કે, અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. હકીકત એ પણ છે કે, અશ્લીલ ડાન્સને જોવા માટે પણ ત્યાં હજારોની ભીડ જોવા મળી હતી.

આ પણ વાંચો: ભણવા ગયેલી બાળકીનો શાળા કેમ્પસમાંથી મળ્યો મૃતદેહ, સર્જાયા અનેક તર્કવિતર્ક

મેળામાં આવા કૃત્ય સામે સ્થાનિક તંત્ર કેમ ચૂપ?

પ્રશ્ન એ થાય છે કે, આખરે મેળામાં આ પ્રકારે ડાન્સની કોણે મંજૂરી આપી? તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સવાલ એવો પણ થઈ રહ્યો છે કે, શું તરણેતરના ભાગીતળ મેળાની અસલિયતને ભૂંસવાનો કારસો થઈ રહ્યો છે? જે મેળો વર્ષોથી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ રહ્યો છે, જેની ભવ્યતાને નિહારવા માટે દેશ-વિદેશની લોકો આવે છે. તે મેળામાં આવો અશ્લીલ ડાન્સ? આખરે કેમ તેમના સામે કોઈ કડક પગલા લેવામાં નથી આવ્યાં. આ મેળાની અને ખાસ કરીને ગુજરાતની પ્રભુતાને નષ્ટ કરવાનો પ્રયાસ છે.

આ પણ વાંચો: દુષ્કર્મના કેસમાં અમરેલીના 5 આરોપીઓને આજીવન કેદ, નંદાસણના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

Whatsapp share
facebook twitter