+

VADODARA : “30 વર્ષથી સત્તામાં છો, તમે શું કર્યું !”, કોંગી કોર્પોરેટર ગર્જ્યા

VADODARA : વડોદરા (VADODARA) માં માનવસર્જિત ઐતિહાસીક પૂરની પરિસ્થિતીનો માર વેઠીને લોકો ધીરે ધીરે સામાન્ય જીવન તરફ વળી રહ્યા છે. પૂર બાદ વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવાની વાતથી લોકોમાં…

VADODARA : વડોદરા (VADODARA) માં માનવસર્જિત ઐતિહાસીક પૂરની પરિસ્થિતીનો માર વેઠીને લોકો ધીરે ધીરે સામાન્ય જીવન તરફ વળી રહ્યા છે. પૂર બાદ વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવાની વાતથી લોકોમાં એક આશા જાગી હતી. પરંતુ હવે તે ઠગારી નિવડી રહી છે. સત્તાપક્ષ દ્વારા દબાણો દુર કરવાની નક્કર કાર્યવાહી કરવાની જગ્યાએ આરોપો મુકવામાં આવી રહ્યા છે. કેયુર રોકડિયાએ પૂર માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. જો કે, વડોદરામાં કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાં જ નથી. ત્યારે ભાજપના નેતાઓના પ્રહાર સામે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર બરાબરના ગર્જ્યા છે. તેમણે કહ્યું કે, આપણી ફરજ આપણે ચૂકીએ તો આપણે નૈતિકતાના ધોરણો રાજીનામું આપી દેવું જોઇએ. સત્તાપર બેઠેલા લોકો જેમની જવાબદારી હતી, તેમને ખબર હતી. એક મહિનામાં બે વખત પૂર આવ્યું હતું. 24 જુલાઇએ પૂર આવ્યું હતું, તેના પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું તેનો બોધપાઠ લઇને આયોજન કર્યું હોત તો વડોદરા શહેરના 75 ટકા લોકો ના ફસાત.

તમારી જવાબદારી નિભાવવામાં તમે નિષ્ફળ રહ્યા છો

કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં રાજ્ય, દેશ અને વિદેશમાં જોયું કે, માનવસર્જિત, સત્તાપક્ષસર્જિત પૂર આવ્યું. 75 ટકા લોકો પૂરથી પ્રભાવિત થયા. પૂર પહેલા ખુબ મોટી મોટી વાતો કરી. 80 ટકા કામગીરી પ્રિમોન્સૂન પતી ગઇ છે. અમે આ કરી નાંખ્યું છે, તે કરી નાંખ્યું છે તેમ જણાવ્યું. પરંતુ કશું કર્યું નહીં. ત્યાર પછી પૂર આવ્યું ત્યારે લોકોની વચ્ચે જવાના બદલે, સીસીસી સેન્ટરમાં બેસીને તેમણે પૂરમાં લોકોને હાલાકી ભોગવતા જોયા. આપણી ફરજ આપણે ચૂકીએ તો આપણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઇએ. સત્તાપર બેઠેલા લોકો જેમની જવાબદારી હતી, તેમને ખબર હતી. એક મહિનામાં બે વખત પૂર આવ્યું હતું. 24 જુલાઇએ પૂર આવ્યું હતું, તેના પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું તેનો બોધપાઠ લઇને આયોજન કર્યું હોત તો વડોદરા શહેરના 75 ટકા લોકો ના ફસાત. એટલે મારૂ કહેવું છે કે, મારી જવાબદારી હોત તો હું રાજીનામું આપી દેત. તમારી જવાબદારી નિભાવવામાં તમે નિષ્ફળ રહ્યા છો, નૈતિકતાના ધોરણો તમારે રાજીનામું આપી દેવું જોઇએ.

મેં ચેલેન્જ આપી છે

વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરા શહેરમાં પૂર આવ્યું તે સત્તાપક્ષસર્જિત પૂર હતું. આખું શહેર સત્તાપક્ષને જ્યારે આક્રોશ વ્યક્ત કરતું હોય ત્યારે જાણી જોઇને 1976 ની વાત વર્ષ 2024 માં કરો છો. લોકો 50 વર્ષથી રહે છે. પૂર તમારા પાપે આવ્યું છે. તમે તમારૂ પાપ છાવરવા માટે થઇને પૂરનો દોષનો ટોપલો 1976 માં નકશા પર બતાવીને ભૂખી કાંસને નષ્ટ કરી દેવામાં આવી તેમ કહ્યું. તમે 30 વર્ષથી સત્તામાં છો, તમે 30 વર્ષમાં શું કર્યું, તમારા રાજમાં બનેલા અગોરા મોલના દબાણ તોડવાની તાકાત નથી. મેં ચેલેન્જ આપી છે, તમારી પ્રામાણીતકા હોય અને તાકાત હોય તો તોડો અગોરા મોલના દબાણો, પોતાનું પાપ છાપરે ચઢ્યું છે, એટલે દોષનો ટોપલો બીજાના માથે નાંખવાનું કામ તેઓ કરી રહ્યા છે. તમે 1976 ની ક્યાં વાત કરો છો, આ પૂર માનવસર્જિત છે.

આ પણ વાંચો — VADODARA : “કેશડોલ નહીં પહોંચી તો…ગરબા રમવા તૈયાર રહેજો”, કર્મશીલની ચિમકી

Whatsapp share
facebook twitter