Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories
logo

TAMILNADU : પ્રેમમાં પરિવારજનો બન્યા ઘાતકી! ધોળા દિવસે છરીના ઘા મારી યુવકની હત્યા

12:40 PM Jul 29, 2024 | Harsh Bhatt

TAMILNADU : TAMILNADU માંથી હવે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. TAMILNADU ના ધર્મપુરી જિલ્લામાં ધોળા દિવસે ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી હવે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બીજા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

અસામાજિક તત્વોએ મોહમ્મદ આશિક પર લાકડીઓ અને છરીઓ વડે હુમલો કર્યો

TAMILNADU ના આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, 25 વર્ષીય મોહમ્મદ આશિક ધર્મપુરી જિલ્લાના ઈલાક્કિયમપટ્ટા વિસ્તારમાં એક હોટલમાં કામ કરતો હતો. ત્યાર બાદ અચાનક હોટલમાં ચાર આરોપીઓ પ્રવેશતા નજર આવી રહ્યા છે. જેમાંથી બે લોકો મોહમ્મદ આશિક સાથે વાત કરતાં દેખાઈ રહ્યા છે અને અચાનક જ તેમાંથી એક વ્યક્તિ પોતાના પાસેથી છરો કાઢીને હુમલો કરવા લાગે છે. કર્મચારી પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો પણ ખરા તો પણ અંતે તે હાથમાં આવી ગયો હતો. જેના બાદ આ અસામાજિક તત્વોએ મોહમ્મદ આશિક પર લાકડીઓ અને છરીઓ વડે હુમલો કર્યો. હુમલાખોરોએ દરમિયાનગીરી કરવા આવેલા હોટલના અન્ય કર્મચારીઓને પણ ધમકી આપી હતી.આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. તે ઇજાગ્રસ્ત આશિકને હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગઈ હતી પરંતુ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રેમમાં ગયો જીવ?

મળતી માહિતીના અનુસાંર, 25 વર્ષીય મૃતક મોહમ્મદ આશિક એક મહિલા સાથે પ્રેમમાં હતો. બે મહિના પહેલા તે મહિલાના ઘરે લગ્ન માટે ગયો હતો, પરંતુ તેણે લગ્નનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. જેના બાદ મહિલાના પરિવારજનો તેના ઉપર નજર રાખી રહ્યા હતા અને મળતી માહીતીના અનુસાર, મહિલાના ભાઈઓ જનરંજન અને હમસાપ્રિયાએ તેને કથિત રીતે ધમકી પણ આપી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : DELHI : RAU’S IAS COACHING INCIDENT માં 5 લોકોની કરાઇ ધરપકડ, ધરપકડનો આંકડો 7 પહોંચ્યો