+

કુસ્તીબાજ અમન સેહરાવતે જેઠાલાલ સાથે ફાફડા-જલેબીનો આનંદ માણ્યો

અમન સેહરાવત અને Dilip Joshi ની તસવીરો વાયરલ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ દરેકનો આભારી Aman sehrawat એ પુરુષોની કુસ્તી મેચમાં ત્રીજું સ્થાન મેળવ્યું Aman sehrawat-Dilip Joshi: Paris Olympics 2024…
  • અમન સેહરાવત અને Dilip Joshi ની તસવીરો વાયરલ

  • ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ દરેકનો આભારી

  • Aman sehrawat એ પુરુષોની કુસ્તી મેચમાં ત્રીજું સ્થાન મેળવ્યું

Aman sehrawat-Dilip Joshi: Paris Olympics 2024 માં Bronze Medal જીતનાર રેસલર Aman sehrawat એ તારક મહેતાના જેઠાલાલ સાથે ફાફડા-જલેબીનો આનંદ માણ્યો છે. જોકે આપણે સૌ જાણીએ છીએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેતા Dilip Joshi જેઠાલાલની ભૂમિકા ભજવે છે. ત્યારે કુસ્તીબાજ અમન સેહરાવતને Dilip Joshi મળ્યા હતાં, ત્યારે તેમણે બ્રોન્ઝ મેડલ માટે અભિનંદન અને સન્માન પાઠવ્યું હતું.

અમન સેહરાવત અને Dilip Joshi ની તસવીરો વાયરલ

તે ઉપરાંત કુસ્તીબાજ અમન સેહરાવત અને Dilip Joshi ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેની સાથે કુસ્તીબાજ Aman sehrawat એ પણ Dilip Joshi સાથે વિતાવેલા સમયના ફોટોને પોતાના સત્તાવાર Instagram પર શેર કર્યા છે. ત્યારે કુસ્તીબાજ Aman sehrawat એ જણાવ્યું છે કે, Dilip Joshi ને મળીને મને ખુશી થઈ છે. તો આવા અભિનેતાને મળવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. અભિનેતા સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે Aman sehrawat એ લખ્યું છે કે, આજે જેઠાલાલને મળીને મને ખૂબ આનંદ થયો. મને મળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

આ પણ વાંચો: Bollywood :ગુજરાતની આ અભિનેત્રી લુકના કરાણે થઈ ટ્રોલ

 

View this post on Instagram

 

A post shared by Aman Sehrawat (@amansehrawat057)

ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ દરેકનો આભારી

તસવીરોમાં અમન સેહરાવત અને Dilip Joshi વાત કરતા જોઈ શકાય છે. Dilip Joshi એ ઓલિમ્પિકમાં તેમની જીતની ઉજવણી કરવા માટે અમન સેહરાવતને ગુડી બેગ પણ આપી હતી. ભારત માટે પ્રતિષ્ઠિત બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ અમન સહેરાવતે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. એફિલ ટાવરની સામે એક ફોટો શેર કરતા તેમણે લખ્યું, હું ખૂબ જ ખુશ છું અને પેરિસ 2024 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ દરેકનો આભારી છું! મહેનત અને લગનથી બધું જ શક્ય છે. આ પ્રવાસે મને ધ્યાન અને તાલીમનું મહત્વ સમજાવ્યું. મેં મારા રોલ મોડલને જોઈને કુસ્તી કરવાની શરૂઆત કરી હતી અને આજે જો લોકો મને જોઈને આ રમતને અપનાવે તો મારી સૌથી મોટી જીત હશે.

પુરુષોની કુસ્તી મેચમાં ત્રીજું સ્થાન મેળવ્યું

અમને ઓલિમ્પિક્સ 2024 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા કુસ્તી મેચમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ઓલિમ્પિકના સમાપન પછી ભારત પરત ફર્યા બાદ એથ્લેટ્સનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: બાહુબલી પ્રભાસ સામે રણચંડી બની Stree 2, સિનેમાઘરોમાં આપી માત

Whatsapp share
facebook twitter