Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Team India ફસાઇ ગઇ બાર્બાડોસમાં…! કરફ્યુ જેવી સ્થિતી…

08:21 AM Jul 01, 2024 | Vipul Pandya

Team India : T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ (Team India ) બાર્બાડોસમાં ફસાઇ જતાં હવે BCCI ટેંન્શનમાં આવી ગયું છે. BCCI દ્વારા ખેલાડીઓને ભારત પરત લાવવા માટે ચાર્ટડ પ્લેન મોકલવાની તૈયારી શરુ કરાઇ છે. બાર્બાડોસમાં ભારતીય ટીમ હેરિકેન બેરીલના કારણે ફસાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા સોમવારે બાર્બાડોસથી ન્યૂયોર્ક પહોંચવાની હતી અને પછી ભારત પહોંચવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ બાર્બાડોસમાં જ ફસાઇ ગયા છે. આજે રાત્રે બાર્બાડોસમાં હરિકેન બેરીલ પ્રભાવી રહેશે, જેના કારણે ત્યાંનું એરપોર્ટ પણ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

બાર્બાડોસ એરપોર્ટ પર કામગીરી શરૂ થયા બાદ ભારતીય ટીમ સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જશે

તેથી, હવે હવામાનમાં સુધારો થયા બાદ અને બાર્બાડોસ એરપોર્ટ પર કામગીરી શરૂ થયા બાદ ભારતીય ટીમ સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જશે. બાર્બાડોસમાંથી બહાર નીકળવા માટે ટીમ ઈન્ડિયાને સોમવારે મોડી સાંજ અથવા મંગળવારે સવાર સુધી રાહ જોવી પડી શકે છે. ટીમ અને સ્ટાફ બાર્બાડોસથી સીધો દિલ્હી જશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ 3 જુલાઇ સુધીમાં ભારત પહોંચી શકે છે.

કર્ફ્યુ જેવી સ્થિતિ

અહેવાલો મુજબ બાર્બાડોસ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે અને કોઈને પણ ઘરની બહાર નીકળવાની છૂટ નથી. બેરીલ તોફાન આગામી 6 કલાકમાં લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. ઝરમર વરસાદ શરૂ થયો છે. બેરીલને કેટેગરી 4 (બીજા સૌથી ગંભીર વાવાઝોડા)માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા હોટલની અંદર જ રોકાઇ છે.

ટીમ ઇન્ડિયાએ ટાઇટલ જીત્યુ હતું

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમે 17 વર્ષ બાદ 29 જૂનના રોજ બાર્બાડોસમાં રમાયેલ T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીતથી ટીમ ઈન્ડિયા તેમજ ક્રિકેટ પ્રેમીઓને સાત મહિના પહેલા અમદાવાદમાં રમાયેલા ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનું દુ:ખ ભૂલવામાં મદદ મળી હતી. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોએ મેદાન પર ઉજવણી કરી હતી, ત્યારે ભારતમાં ક્રિકેટ ચાહકોએ ફટાકડા ફોડીને અને શેરીઓમાં ત્રિરંગો લહેરાવીને ઉજવણી કરી હતી. હવે ટીમ ઈન્ડિયાની સ્વદેશ પરત ફરવાની રાહ જોવાઈ રહી છે. અહીં આવવા પર ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ પર ઉતર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે વિજય સરઘસ કાઢવામાં આવી શકે છે, જેમ કે 2011માં મુંબઈમાં થયું હતું. આ વખતે આ દ્રશ્ય દિલ્હીની સડકો પર જોવા મળી શકે છે, કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસથી સીધી દિલ્હી ઉતરવાની છે.

આ પણ વાંચો– Indian Team થઈ માલામાલ,ICC બાદ BCCI એ કરી પ્રાઇઝ મનીની જાહેરાત

આ પણ વાંચો—- ICC T20 WC : ‘અજેય’ ભારતીય ટીમે વિરાટ જીત સાથે બનાવ્યો આ ‘અવિશ્વસનીય’ રેકોર્ડ!