+

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકામાં મેઘ મહેર,દાંતામાં 8 ઇંચ વરસાદ

Gujarat Rain : ગુજરાતમાં ચોમાસું આગળ વધતું જાય છે તેમ તેમ ભારે વરસાદ પણ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં વરસાદ પડી ચૂક્યો છે. પહેલા દક્ષિણ ગુજરાત…

Gujarat Rain : ગુજરાતમાં ચોમાસું આગળ વધતું જાય છે તેમ તેમ ભારે વરસાદ પણ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં વરસાદ પડી ચૂક્યો છે. પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાઉન્ડ લગાવ્યા બાદ હવે મેઘ રાજા ઉત્તર ગુજરાતમાં ચક્કર લગાવી રહ્યા છે. હવામાન વિભાગે જાહેર કરેલ આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતના કૂલ 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના દાંતામાં આઠ ઈંચ જેટલો નોંધાયો હતો.

ગુજરાત વરસાદ : બનાસકાંઠાના દાંતા અને વડગામમાં ભારે વરસાદ

તંત્ર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 141 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં આઠ ઈંચ અને વડગામમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો

જાણો ગુજરાતમાં કયા કયા કેટલા ઇંચ પડયો વરસાદ

26 તાલુકામાં નોંધાયો એક ઈંચથી ત્રણ ઈંચ વચ્ચે વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 26 તાલુકા એવા છે જ્યાં એક ઈંચથી લઈને ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

બનાસકાંઠામાં 24 કલાકમાં પડેલો વરસાદ

તાલુકો વરસાદ (MM)
અમિરગઢ 8
દાંતા 202
પાલનપુર 47
વડગામ 100

29 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી

હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદનાં આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી 29 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકામાં એક અને બે એમએમ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતના આ ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી અનુસાર આજે 5 જુલાઈ 2024, શુક્રવારના રોજ ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે, તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે.

આ પણ  વાંચો – Gujarat Rain: રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

આ પણ  વાંચો – Gujarat : સમગ્ર ગુજરાતમાં સરેરાશ 7.5 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 12 ડેમો ખાલી

આ પણ  વાંચો Rajkot Gamezone : સાગઠીયાએ …હું આપઘાત કરી લઇશ…નું રટણ શરુ કર્યું

Whatsapp share
facebook twitter