Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યું સિડની, PM મોદીનો ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યો જબરજસ્ત જલવો

06:58 PM May 22, 2023 | Hiren Dave

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝે કહ્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયાના ભારતીય સમુદાય સાથે સિડનીમાં પીએમ મોદી સાથે ઉજવણી કરવા ઉત્સુક છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની (Narendra Modi) મેજબાની કરીને હું સન્માનિત છું.

આ સિવાય મંગળવારે મોદી સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના 20,000થી વધુ લોકોને પણ સંબોધિત કરશે.આ કાર્યક્રમ માટે લોકોને ટ્રેનો અને ખાનગી ચાર્ટર સિડની લાવવામાં આવી રહ્યા છે, જેને મોદી એરવેઝ નામ આપવામાં આવ્યું છે. મોદી સિડની પહોંચતા પહેલા અહીં કેટલાક વિવાદાસ્પદ પોસ્ટર પણ જોવા મળ્યા હતા. બાદમાં સ્થાનિક પ્રશાસને તેમને હટાવ્યા હતા.

જ્યારે વડાપ્રધાન સિડની એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. કેપ્શન લખ્યું કે વાઇબ્રન્ટ સિટી સિડનીમાં આપનું સ્વાગત છે.

લિટલ ઈન્ડિયા હવે સિડનીમાં છે
પીએમ મોદીના પ્રારંભિક શિડ્યૂલ મુજબ તેઓ ક્વાડ મીટિંગ માટે ઓસ્ટ્રેલિયા જવાના હતા. જોકે અમેરિકામાં ચાલી રહેલી દેવાની સમસ્યાના કારણે જાપાનમાં G7 સમિટ દરમિયાન બેઠક યોજાઈ હતી. આમ છતાં પીએમએ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ રદ કર્યો નથી.