Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Swati Maliwal Case : નિર્ભયાની માતાનું ચોંકાવનારૂ નિવેદન – જો આટલી પાવરફુલ મહિલા સુરક્ષિત નથી તો…

01:06 PM May 23, 2024 | Hardik Shah

Swati Maliwal Case : સ્વાતિ માલીવાલ (Swati Maliwal) ના કથિત થપ્પડ મારવાના કેસમાં હવે નિર્ભયાની માતા (Nirbhaya’s Mother) નું નિવેદન ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. તેમણે એક વીડિયો જાહેર કરી સ્વાતિ માલીવાલ કેસ (Swati Maliwal Case) અંગે પોતાની વાતને રજૂ કરી છે. તેમણે સ્વાતિ માલીવાલ પર કહ્યું છે કે, તેની સાથે ઘણું ખોટું થયું છે. તે સ્વાતિ માલીવાલને સારી રીતે ઓળખે છે. તેને ઘણી વખત મળ્યા છે. તેની સાથે ઘણું કામ પણ કર્યું છે. તેણે અમારા કેસમાં પણ મદદ કરી હતી.

જો આવી શક્તિશાળી મહિલાઓ સુરક્ષિત નથી તો….: આશા દેવી

નિર્ભયાની માતા આશા દેવીએ એક વીડિયોમાં કહ્યું હતું કે, સ્વાતિ માલીવાલ સાથે ખૂબ જ ખોટું થયું છે. તે સ્વાતિ માલીવાલને સારી રીતે ઓળખે છે. તેને ઘણી વખત મળ્યા છે અને સાથે ઘણું કામ કર્યું છે. તેણે અમારી દીકરીના કેસમાં પણ અમને ઘણી મદદ કરી હતી. મેં તેમની સાથે ઘણી સ્ત્રીઓના કેસ વિશે વાત કરી. તેમણે પોતાનાથી બને તેટલી મદદ કરી છે. આશા દેવીએ કહ્યું કે, જો આવી શક્તિશાળી મહિલાઓ સુરક્ષિત નથી તો સામાન્ય મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, આજના સમયમાં જો કોઈ છોકરીને કંઈ થાય છે તો તેને દસ જગ્યાએ ધક્કા ખાવા પડે છે, ન્યાય તો બહુ દૂરની વાત છે. વચન આપવું એ એક વાત છે, તેના પર કામ કરવું અલગ વાત છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે કાર્યવાહી કરવી જોઈએ.

નિર્ભયાની માતાએ સ્વાતિ માલીવાલનું કર્યું સમર્થન

દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને AAP ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે નિર્ભયાની માતાનો તેમના સમર્થનમાં વીડિયો બનાવવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, નિર્ભયાની માતાએ દેશમાં ન્યાય માટે લાંબી લડાઈ લડી છે. જ્યારે તેમણે મારા સમર્થનમાં વીડિયો બનાવ્યો ત્યારે મારું હૃદય ભાવુક થઈ ગયું. નિર્ભયાની માતાને યાદ કરતાં સ્વાતિએ કહ્યું કે, જ્યારે હું છોકરીઓના દુષ્કર્મીઓને સજા આપવા માટે ઉપવાસ કરી રહી હતી ત્યારે પણ તેમણે મને સાથ આપ્યો હતો. આજે જ્યારે તેમણે મારા સમર્થનમાં આ વીડિયો બનાવ્યો ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગઇ. તેમણે એમ પણ કહ્યું કે, તેમાં કોઈ મોટી વાત નથી કે હવે કેટલાક નેતાઓ તેમને સમર્થન આપવા બદલ તેમને ભાજપના એજન્ટ કહે છે.

જાણો શું છે સ્વાતિ માલીવાલ કેસ

ઉલ્લેખનીય છે કે, 13 મેના રોજ જ્યારે સ્વાતિ માલીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા ગઈ હતી. ત્યારબાદ તેમના PA બિભવ કુમારે સ્વાતિ સાથે મારામારી કરી હતી. જેની ફરિયાદ સ્વાતિ માલીવાલે નોંધાવી હતી. સ્વાતિએ ફરિયાદ નોંધાવ્યા બાદ AAP નેતા સંજય સિંહે કહ્યું હતું કે એ વાત સાચી છે કે બિભવે સ્વાતિ પર હુમલો કર્યો હતો. જો કે AAP નેતા અતિશીએ સ્વાતિને ખોટી ગણાવી હતી. સ્વાતિનો કેસ નોંધ્યા બાદ પોલીસે બિભવ કુમારની ધરપકડ કરી છે.

આ પણ વાંચો – Swati Maliwal Case : કેજરીવાલના પત્ની અને માતા-પિતા સાથે દિલ્હી પોલીસ કરશે પૂછપરછ

આ પણ વાંચો – Swati Maliwal એ Arvind kejriwal ના નિવેદન પર પલટવાર કર્યો, જાણો Delhi ના CM વિશે શું કહ્યું…