+

Dr. Jaishankar At UAE: વિદેશ મંત્રી UAE પ્રવાસની શરુઆત કરતા પહેલા BAPS મંદિરમાં કર્યા પૂજા-પાઠ

Dr. Jaishankar At UAE: હાલ, વિદેશ મંત્રી Dr. Jaishankar UAE ના પ્રવાસે છે. ત્યારે આજરોજ તેઓ વહેલી સવારના રોજ UAE પ્રવાસે પહોંચ્યા હતાં. તે ઉપરાંત તેઓ આજરોજ UAE ના વિદેશ…

Dr. Jaishankar At UAE: હાલ, વિદેશ મંત્રી Dr. Jaishankar UAE ના પ્રવાસે છે. ત્યારે આજરોજ તેઓ વહેલી સવારના રોજ UAE પ્રવાસે પહોંચ્યા હતાં. તે ઉપરાંત તેઓ આજરોજ UAE ના વિદેશ મંત્રાલય સાથે દ્વીપક્ષીય બેઠક યોજશે. આ બેઠકના માધ્યમથી ભારત અને UAE ના સંબંધો વધુ મજબૂત થશે. તે ઉપરાંત આજરોજ UAE માં આવતાની સાથે જ વિદેશ મંત્રી Dr. Jaishankar એ સૌથી પહેલા ભારતીય મંદિરની મુલાકાત કરી હતી.

  • UAE માં તૈયાર કરવામાં આવેલા BSPS મંદિરના દર્શન કર્યા

  • PM Modi એ 2015 માં UAE ની ઐતિહાસિક મુલાકાત લીધી

  • 2022 માં વ્યાપક CEPA પર કરાર પર હસ્તાક્ષર કર્યા

તો વિદેશ મંત્રી Dr. Jaishankar એ આજરોજ UAE માં તૈયાર કરવામાં આવેલા BSPS મંદિરના દર્શન કર્યા હતાં. તે ઉપરાંત તેમણે મંદિરમાં પૂજા-પાઠ પણ કર્યા હતાં. વિદેશ મંત્રાલયે Dr. Jaishankar ના વિદેશ પ્રવાસને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે જયશંકર UAE ના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન સાથે ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરશે. આ મુલાકાત ભારત અને UAE વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસને મજબૂત બનાવશે.

PM Modi એ 2015 માં UAE ની ઐતિહાસિક મુલાકાત લીધી

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને UAE વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે મજબૂત થયા છે. બંને દેશો વચ્ચેનો વેપાર વધીને 100 અબજ ડૉલર સુધી પહોંચવાની આશા છે. એક રિપોર્ટ અનુસાર, 2021-22માં ભારતે UAEથી 21,664 મિલિયન ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. બંને દેશો વચ્ચેનો વેપાર 2020-21માં $43.3 બિલિયનથી વધીને 2021-22માં $72.87 બિલિયન થયો છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2015 માં UAE ની ઐતિહાસિક મુલાકાત લીધી હતી.

2022 માં વ્યાપક CEPA પર કરાર પર હસ્તાક્ષર કર્યા

આ મુલાકાત બાદથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં મોટો બદલાવ આવ્યો છે. બંને દેશોએ આર્થિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ફેબ્રુઆરી 2022 માં વ્યાપક CEPA પર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. CEPA એટલે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર છે. તો UAE માં ભારતીય સમુદાયના 35 લાખ લોકો રહે છે, જે દેશનો સૌથી મોટો વિદેશી સમૂહ છે.

આ પણ વાંચો: Indian Fisherman: વધુ એકવાર તામિલનાડુના 22 માછીમારોની શ્રીલંકના નેવીએ કરી અટકાયત

Whatsapp share
facebook twitter