+

સૂર્યકુમાર બન્યો વર્ષનો પહેલો શતકવીર, શ્રીલંકા સામે સદી ફટકારી બનાવ્યા આ રેકોર્ડ્સ

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રાજકોટમાં શનિવારે T20I શ્રેણીની ત્રીજ અને અંતિમ (IND vs SL 3rd T20) મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત પોતાના નામે કરી છે. આ જીતનો મુખ્ય હીરો ટીમ ઈન્ડિયોનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) છે. જેણે આ મેચમાં શ્રીલંકાના બોલરોના છક્કા છોડાવી દીધા હતા અને મેદાનની ચારે દિશાઓમાં ચોક્કા અને છક્કાનો વરસાદ કર્યો હતો. તોફાની બેટિંગ કરતા તેણે સદી ફટકારી
ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રાજકોટમાં શનિવારે T20I શ્રેણીની ત્રીજ અને અંતિમ (IND vs SL 3rd T20) મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત પોતાના નામે કરી છે. આ જીતનો મુખ્ય હીરો ટીમ ઈન્ડિયોનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) છે. જેણે આ મેચમાં શ્રીલંકાના બોલરોના છક્કા છોડાવી દીધા હતા અને મેદાનની ચારે દિશાઓમાં ચોક્કા અને છક્કાનો વરસાદ કર્યો હતો. તોફાની બેટિંગ કરતા તેણે સદી ફટકારી હતી. તેની ઇનિંગ્સના કારણે ભારતીય ટીમ શ્રીલંકાની સામે 228 રનનો વિશાળ લક્ષ્યાંક રાખવામાં સફળ રહી હતી. 
સૂર્યકુમાર યાદવ વર્ષ 2023માં ભારત માટે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન 
સૂર્યકુમાર યાદવની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ ત્રીજી સદી છે (T20I માં સૂર્યની સદી). સૂર્યાએ રાજકોટ મેદાન પર 51 બોલમાં 112 રન બનાવ્યા જેમાં 7 ચોક્કા અને 9 છક્કાનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, સૂર્યકુમારે ઝડપી બેટિંગ કરતા માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં આ તેની ત્રીજી સદી છે. આ સાથે તે 2023માં ભારત માટે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામે રમતી વખતે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

T20I માં સૌથી ઝડપી સદી ફટકારનાર સૂર્યા બન્યો બીજો ભારતીય બેટ્સમેન
સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામેની બીજી T20માં 51 બોલમાં 112 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 233.33 હતો. આ સાથે સૂર્યા T20 ઈન્ટરનેશનલમાં ત્રીજી સદી ફટકારનાર ભારતનો બીજો બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ક્રિકેટના ઈતિહાસમાં માત્ર રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 4 સદી ફટકારી છે. સૂર્યા ઓપનિંગ સિવાય અન્ય સ્થાન પર રમીને T20 ઈન્ટરનેશનલમાં ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ત્રણ સદી ઉપરાંત તેણે તેની T20 કારકિર્દીમાં કુલ 13 અડધી સદી પણ ફટકારી છે.

રમતની તૈયારી માટે દબાણ હોવું જરૂરી છે : સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવને તેની શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન સૂર્યકુમારને તેની બેટિંગ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. સૂર્યકુમાર યાદવે કહ્યું કે, જ્યારે તમે રમતની તૈયારી કરી રહ્યાં હોવ ત્યારે તમારા પર દબાણ રાખવું ખરેખર મહત્વનું છે. તમે જેટલું વધુ દબાણ કરો છો, તેટલું સારું તમે રમી શકો છો. તેમાં ઘણી મહેનત સામેલ છે. કેટલાક ગુણવત્તાયુક્ત પ્રેક્ટિસ સત્રો પણ સામેલ છે. આ સિવાય સૂર્યકુમારે જણાવ્યું કે શા માટે તે પાછળની બાઉન્ડ્રીને નિશાન બનાવી રહ્યો હતો. પાછળની બાઉન્ડ્રી 59-60 મીટર હતી, તેથી મેં તેને ક્લિયર કરવાનો પ્રયાસ કર્યો. એવા કેટલાક શોટ્સ છે જે પૂર્વનિર્ધારિત હોય છે પરંતુ તમારે અન્ય સ્ટ્રોક માટે પણ તૈયાર રહેવું પડશે. મોટાભાગે, હું ગેપ શોધવાનો પ્રયત્ન કરું છું, અને મારા ફાયદા માટે ક્ષેત્રનો ઉપયોગ કરું છું. તે (રાહુલ દ્રવિડ) મને ખુલીને રમવાની સ્વતંત્રતા આપે છે.

શ્રીલંકા સામે કારકિર્દીની ત્રીજી સદી ફટકારી
સૂર્યકુમાર યાદવે 10 જુલાઈ 2022 ના રોજ નોટિંગહામ ખાતે ઈંગ્લેન્ડ સામે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેણે 117 રન બનાવ્યા હતા. સૂર્યાએ આ વર્ષે તેની બીજી સદી 20 નવેમ્બર 2022ના રોજ ન્યૂઝીલેન્ડ સામે માઉન્ટ મૌંગાનુઇ ખાતે ફટકારી હતી, જ્યાં તેણે અણનમ 111 રન બનાવ્યા હતા. આ ખાસ બેટ્સમેને  7 જાન્યુઆરી 2023ના રોજ રાજકોટમાં શ્રીલંકા સામે કારકિર્દીની ત્રીજી સદી ફટકારતા 112 રનની ઇનિંગ રમી અને અણનમ રહ્યો. આ ઇનિંગના આધારે સૂર્યા તે ખાસ ક્લબમાં પહોંચી ગયો જ્યાં મહાન ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ છેલ્લા એક યુગમાં સૌથી વધુ વખત પોતાની હાજરી નોંધાવી છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter