+

Gujarat ke Genius: સુરતનો યોગ પરિવાર જેણે ગુજરાતનો ડંકો વગાડ્યો…!

અહેવાલ–રાબિયા સાલેહ, સુરત Gujarat ke Genius : ગુજરાતના યોગવીરો એ વિદેશમાં ડંકો વગાડ્યો છે.એક જ પરિવારના ત્રણ લોકો એ સુરત (surat) સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.મોટા પુત્ર કરણે યોગ…
અહેવાલ–રાબિયા સાલેહ, સુરત
Gujarat ke Genius : ગુજરાતના યોગવીરો એ વિદેશમાં ડંકો વગાડ્યો છે.એક જ પરિવારના ત્રણ લોકો એ સુરત (surat) સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.મોટા પુત્ર કરણે યોગ (yoga) ની પ્રેક્ટિસ કરી ‘ગોલ્ડબોય’ નો ખિતાબ મેળવ્યો જ્યારે નાનો ભાઈ જોત જોતા સિલ્વર મેડલ લઈ આવ્યો છે. પોતાના બંને પુત્રને યોગ કરતા જોઈ માતાને ઘેલું લાગ્યુ,અને માતા એ પણ યોગમાં સિલ્વર મેડલ મેળવ્યો. આખા પરિવારને ગોલ્ડ અને સિલ્વર સહિતની સર્ટિફિકેટ મેળવતા જોઇ પરિવારના સભ્યમાં ખુશીનો માહોલ છવાયો છે.

સુરતના યોગવીરો એ ડંકો વગાડ્યો

નેપાળના કાઠમંડુ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સાઉથ એશિયન યોગાસન ચેમ્પિયનશિપ 2023માં (Asian Yoga Championship 2023) સુરતના (Surat) યોગવીરો એ ડંકો વગાડ્યો છે. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાઉથ એશિયામાં પાકિસ્તાન સહિતના 15 દેશના ટોપ 3 યોગવીરોને પછાડી પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે. સુરતના કરણે આ સિદ્ધિએ યોગક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. 15 વર્ષના કરણે પાકિસ્તાન સહિત 15 દેશના યોગવીરોને પછાડી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
surat_yoga boy

રોજના છ થી સાત કલાક યોગ અભ્યાસ

આ અંગે યોગ ((yoga)) ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર કરણ જોશીએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ હાંસલ કરવા માટે રોજના છ થી સાત કલાક યોગ અભ્યાસ કરે છે.સાથે જ ધોરણ પાંચમાં હતો, ત્યારથી યોગ કરવાનું શરૂ કર્યું હતું. યોગ ક્ષેત્રે જ આગળ વધવાનું નક્કી કર્યું હતું. આ સિદ્ધી પાછળ શાળાના યોગ શિક્ષક અને પરિવારનો ખૂબજ સપોર્ટ રહ્યો હોવાનું કરણ એ જણાવ્યું હતું. સાથે પોતાનો લક્ષ્ય વિશે કહ્યું હતું કે આવનારા દિવસોમાં વિદેશોમાં જઈને લોકોને આપણા દેશની યોગ અભ્યાસની સંસ્કૃતિ શીખવી દેશનું નામ રોશન કરશે..
surat_gold_boy

આજે કરણ ગોલ્ડન બોય તરીકે પ્રખ્યાત

દરેક વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર જેવા ક્ષેત્રમાં આગળ વધવાને લઈ યોગ જેવા ક્ષેત્રને મહત્ત્વ નથી આપતા પરંતુ યોગ ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ છે અને તેને આજે વડાપ્રધાને સમગ્ર વિશ્વમાં પ્રચલિત કર્યો છે. કરણના યોગગુરૂએ કહ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધાઓના કરણ અને નાના ભાઈ સાર્થક જોષી એ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે અને આજે કરણ ગોલ્ડન બોય તરીકે પ્રખ્યાત થયો છે. કરણની આ સિદ્ધિને લઈ એક યોગ શિક્ષક તરીકે ગર્વની લાગણી અનુભવી રહી છું.
surat_yog

પુત્રને યોગ કરતા જોઈ માતા બિંદુ જોષી ને પણ ઘેલું લાગ્યુ

પુત્રને યોગ કરતા જોઈ માતા બિંદુ જોષી ને પણ ઘેલું લાગ્યુ અને બિંદુ જોષી પણ સિલ્વર મેડલ જીતી લાવ્યા. આ અંગે બિંદુ જોષી એ જણાવ્યું હતું કે પુત્રની યોગ ક્ષેત્રની આ સિદ્ધિને લઈ પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. કરણ નાનો હતો ત્યારથી જ ખૂબ જ અદ્દભૂત યોગના આસન કરતો હતો. તેની યોગ પાછળની આ લગનને જોઈ મને પણ યોગ શીખવાનો શોખ જાગ્યો હતો. હું પણ છેલ્લા બે વર્ષથી યોગ શીખીને સ્પર્ધામાં ભાગ લઈ રહી છું.સાથે જ સિલ્વર મેડલ પણ મેળવ્યો છે.એટલું જ નહીં ધોરણ છ માં અભ્યાસ કરતો તેનો નાનો ભાઈ સાર્થક જોશી પણ યોગ અભ્યાસમાં ખૂબ જ રસ લઈ રહ્યો છે. આજે બે વર્ષમાં સાર્થક પણ ખૂબ જ સારો યોગ અભ્યાસ શીખી ચૂક્યો છે.તેણે પણ સાઉથ એશિયન યોગાસન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી મોટાભાઈના કદમ પર આગળ વધી રહ્યો છે.  કરણ ના પિતા એ જણાવ્યું હતું કે બાળકને આપણી નહીં, પરંતુ તેને જેમાં શોખ હોય તેમાં તેને આગળ વધવા માટે માતા-પિતાએ પ્રોત્સાહન આપવું જોઈએ અને તેટલા માટે જ બંને બાળકોને યુગમાં શોખ હોવાથી તેમાં આગળ વધવા અમે પ્રોત્સાહન આપી રહ્યા છે અને આજે પરિવાર ને તેમના પર ગર્વ છે..
surat_yog_boy
યોગ અભ્યાસમાં પણ વાલીઓએ પોતાના વિદ્યાર્થીને મહત્ત્વ આપવું જોઈએ
શાળામાં પણ કરણની સિદ્ધિનું સન્માન કરાયું છે.સુરતના નરથણ ખાતે આવેલી સંસ્કાર કુંજ વિદ્યા શાળાના વિદ્યાર્થી દ્વારા હાંસલ કરવામાં આવેલી સિદ્ધિને લઈ શાળાનું અને માતા પિતાનું ગૌરવ સમગ્ર દેશમાં વધાર્યું છે. ત્યારે વિદ્યાર્થીની આ સિદ્ધિને લઇ શાળા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ અંગે શાળા ના ટ્રસ્ટી પરેશ ભાઈ એ જણાવ્યું હતું કે આજે વિદ્યાર્થીઓના માતા-પિતા પોતાના બાળકોને ડોક્ટર એન્જિનિયર બનતો જોવા ઇચ્છતા હોય છે અને તેના માટે યોગ અભ્યાસ જેવી સ્પર્ધાઓને તેઓ મહત્વ આપતા નથી. બાળક ડોક્ટર એન્જિનિયર તો બની જશે, પરંતુ જો તેનું સ્વાસ્થ્ય જ સારું ન હશે તો ડોક્ટર એન્જિનિયર બન્યા નો મતલબ શું રહેશે? એટલે ડોક્ટર-એન્જિનિયર બનવાની સાથે યોગ અભ્યાસમાં પણ વાલીઓએ પોતાના વિદ્યાર્થીને મહત્ત્વ આપવું જોઈએ આજે કરણ અને સાર્થક જોશી બન્ને એ શાળા નું નામ રોશન કર્યું છે.
surat_medals
કરણે 33 સ્ટેટના ટોપ 3 મળી 100થી વધુ યોગવીરોને હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું
કરણ જોશીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાંસલ કર્યા બાદ નેશનલ સ્પર્ધામાં પણ વિશેષ સિદ્ધિ મેળવી છે. ભારત દેશના ભોપાલ ખાતે ગત 18 થી 20 જૂન દરમિયાન નેશનલ ઓલમ્પિયાડ યોગાસન ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં દેશના 33 રાજ્યોમાંથી ટોપ થ્રી યોગવીરોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના પ્રતિનિધિત્વ તરફથી સુરતનો કરણ જોશીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે કરણે 33 સ્ટેટના ટોપ 3 મળી 100થી વધુ યોગવીરોને હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નેશનલ ઓલમ્પિયાડ યોગાસન ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ હાંસિલ કરી ગુજરાત અને સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. પાંચ વર્ષમાં કરણ જોશીએ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે યોગ અભ્યાસમાં અઢળક ઉચ્ચ સિદ્ધિ હાસલ કરી છે. કરણે પાંચ વર્ષમાં યોગ ક્ષેત્રે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ , ડિસ્ટ્રિક્ટની સ્પર્ધામાં મેડલ, ખેલ મહાકુંભમાં યોગ સ્પર્ધામાં મેડલ, યોગની સ્પર્ધાની અનેક ટ્રોફીઓ અને સર્ટિફિકેટ હાસલ કરી ચૂક્યો છે.
– શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
– શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
– શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
– શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
– શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
પર આપના બાળકનું નામ
આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની
માહિતી જણાવતું ભરો ફૉર્મ  અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા
આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે
આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ
નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને
Whatsapp share
facebook twitter