ખુદી કો કર બુલંદ ઈતના કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે કે બતા તેરી રઝા કયા હૈ…આ ઉક્તિ નવસારી જિલ્લાના બિલીમોરા શહેર ખાતે રહેતા એક બ્લાઈન્ડ વિદ્યાર્થીએ સાર્થક કરી બતાવી છે.
કલા મહાકુંભમાં ભાગ લેતા રાજયકક્ષાએ પ્રથમ
ઉજ્જવલ ગાંધી જે બિલીમોરા શહેર ખાતે રહે છે અને બિલીમોરા ની એમ.એન્ડ.આર ટાટા સ્કૂલમાં અભ્યાસ કરે છે. ઉજ્જવલ પોતે બંને આંખે બ્લાઈન્ડ છે પરંતુ તેને બાળપણથી જ સંગીતમાં રુચી હતી જેને લઈ તેના માતા પિતાએ ઉજ્જવલને બિલીમોરા ખાતે સંગીત કલાસ ચલાવતા સુમનભાઈ પટેલને ત્યાં ટ્રેનિંગ માટે મોકલ્યો હતો જ્યા ઉજ્જવલે હાર્મોનિયમ વાદન શીખ્યું અને ગ્રામ્ય,તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાતી સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું જેમાં એકબાદ એક સિદ્ધિ મેળવતો રહ્યો હતો અને આખરે અમરેલી ખાતે યોજાયેલ કલા મહાકુંભમાં ભાગ લેતા રાજયકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા અને પરિવાર નું તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
સિદ્ધિનો શ્રેય તેના કલાગુરૂ અને માતા પિતાને
ઉજ્જવલની આ સિદ્ધિ થી તેના માતા પિતા તેમજ સમાજ ખુબ જ ખુશ છે ત્યારે નાનપણ થી સંગીત પ્રત્યે રૂચી દાખવનાર ઉજ્જવલને માતા પિતાએ પણ એટલી જ મદદ કરી છે ત્યારે ઉજ્જવલે તેની આ સિદ્ધિ નો શ્રેય તેના કલાગુરૂ અને માતા પિતાને આપ્યો છે.
નાનપણ થી સંગીત પ્રત્યે રૂચી
ઉજ્જલને નાનપણ થી સંગીત પ્રત્યે રૂચી હતી. જોકે ઉજ્જવલ જેમની પાસે હાર્મોનિયમ શીખ્યો એ કલાગુરૂ પણ બ્લાઈન્ડ છે છતાં સંગીત પ્રેમીઓને સંગીત શીખવે છે. નાનપણ થી સંગીત શીખનાર ઉજ્જવલે આખરે રાજ્યકક્ષાએ તો સિદ્ધિ મેળવી છે પરંતુ તે આગળ વધે તેવી જ તમામ લોકો ઈચ્છા રાખી રહ્યા છે.
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી
ઉજ્જવલની સિદ્ધિ બદલ શાળા પરિવારમાં પણ ખુશીનો માહોલ છે ત્યારે શાળાના શિક્ષકો દ્વારા ઉજ્જવલ અને તેના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉજ્જવલ ભલે આંખે ન જોઈ શકતો હોય પરંતુ રાજ્યકક્ષાએ હાર્મોનિયમ વાદનમાં પ્રથમ ક્રમ મેળવી એ સાબિત કરી બતાવ્યું છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.
– શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
– શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
– શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
– શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
– શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
પર આપના બાળકનું નામ આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની માહિતી જણાવતું ભરો ફૉર્મ અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે
આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને
અહેવાલ–સ્નેહલ પટેલ, નવસારી