+

સુરતનો હીરા ઉદ્યોગ વિદેશમાં આકર્ષણ જમાવશે

સુરતનો હીરા ઉદ્યોગ ફરીથી ધમધમતો થશે તેવી આશા વર્તાઈ રહી છે.વિદેશમાં સુરતનો લેબગ્રોન ડાયમંડ ચમકશે,હીરા ઉદ્યોગમાં તેજીના સંકેત મળી રહ્યા છે,અમેરિકામાં યોજાનારા જવેલરી શો માં સુરતનો હીરો ચાર ચાંદ લગાવશે,…

સુરતનો હીરા ઉદ્યોગ ફરીથી ધમધમતો થશે તેવી આશા વર્તાઈ રહી છે.વિદેશમાં સુરતનો લેબગ્રોન ડાયમંડ ચમકશે,હીરા ઉદ્યોગમાં તેજીના સંકેત મળી રહ્યા છે,અમેરિકામાં યોજાનારા જવેલરી શો માં સુરતનો હીરો ચાર ચાંદ લગાવશે, રફ હીરા બાદ હવે લેબગ્રોન ડાયમંડના બિઝનેસમાં તેજી આવતા આજથી લાસ વેગાસ જ્વેલરી શોમાં પણ સુરતમાં બનેલો 35 કેરેટનો લેબગ્રોન કાયમંડ આકર્ષણ જમાવશે.

વિશ્વનો સૌથી મોટો શો આજ થી અમેરિકામાં શરૂ
વિશ્વનો સૌથી મોટો શો આજ થી અમેરિકા માં શરૂ થઈ રહ્યો છે,અમેરિકામાં યોજાનારા જેમ્સ એન્ડ જ્વેલરી શો માં હીરા ઉધોગકારો ને સારા વેપાર ની આશા જાગી છે.સારો વેપાર મળશે સાથે જ રોજગારી વધશે,સુરત નો હીરા ઉદ્યોગ વિદેશમાં પોતાની કલાકારી બતાવશે,ભારતમાંથી કુલ ૪૫ જેટલી ડાયમંડ કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લેશે,જેમાં કુલ ૧૪ કંપનીઓ સુરતની જોડાશે,

ડાયમંડ જવેલરી કંપની ભાગ લેશે
JCK લાસ વેગાસનો આજ થી પ્રારંભ થશે.જેને વિશ્વનો સૌથી મોટા જેમ્સ એન્ડ જવેલરી શો માનવામાં આવી રહ્યો છે. 5 જૂન સુધી ચાલનારા આ શો માં જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઇન્ડિયા પેવેલિયનમાં સુરતની ૧૪ સહિત દેશની ૪૫ ડાયમંડ જવેલરી કંપની ભાગ લેશે , બીજી બાજુ ભારતીય કંપનીઓ ઇઝરાયલ, હોંગકોંગ, એન્ટવર્પ, સિંગાપોર પેવેલિયનમાં ભાગ લઈ રહી છે.આ શો ને લઈ હીરા ઉધોગકારો માં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અમેરિકાના લાસ વેગાસમાં આ શો આવનારી 5 જૂન સુધી ચાલશે,ખાસ કરી ને આ શોમાં સુરતની મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ કંપનીએ રફમાંથી તૈયાર કરેલા અત્યાર સુધીના સૌથી મોટા CVD લેબગ્રોન ડાયમંડને આકર્ષણનું કેન્દ્ર બનવવા તરફ મહેનત કરી છે.. ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ એ 35 કેરેટ વજનના લેબગ્રોન ડાયમંડ માટે ગ્રેડિંગ સર્ટિફિકેટ પણ તૈયાર કર્યું છે.આ સર્ટિફિકેટમાં ક્લર, કલેરિટી, વજન સહિતની તેની ખાસિયત સાથે માહિતી આપવામાં આવી છે,અનોખો અને આકર્ષણ પાડે એવો હીરો બનાવવામાં આવ્યો છે, આ હીરો મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ દ્વારા કેમિકલ વેપર ડિપોઝિશન (સિવિડી) પ્રોસેસનો ઉપયોગ કરીને લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે.

હીરા ડાયમંડની આકર્ષણનું કેન્દ્ર બન્યું

2 જૂન થી 5 જૂન દરમિયાન JCK લાસ વેગાસમાં મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા એક્ઝિબિશનમાં આ હીરો મૂકવામાં આવ્યો છે આ હીરો આકર્ષણનું કેન્દ્ર રહેશે એવો કંપની દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે, આ ડાયમંડની ખાસિયત એ છે કે અત્યાર સુધીનો સૌથી મોટો 35 કેરેટ વજનનો અને આકર્ષણ જમાવતો ચમકદાર એવો આ લેબગ્રોન ડાયમંડ છે.જેને રફ હીરામાથી તૈયાર કરાયો છે , 35 કેરેટ વજનનો ફેન્સી પોલિશ્ડ હીરો કહી શકાય છે. 23.37 X 15.24 X 9.06 મિલીમીટરનું કદ ધરાવતા એમરાલ્ડ કટ ફેન્સી હીરાને લાસ વેગાસમાં પ્રદર્શિત કરવામાં આવશે.

 

મહત્વની વાત એ છે કે ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટનાં અમેરિકા સ્થિત પ્રેસિડેન્ટ અવી લેવીએ પણ મૈત્રીની આ શોધની પ્રસંશા કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની ડાયમંડ કંપની મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવેલા આ ક્લાસિક અને અસાધારણ સાઈઝના હીરાને પ્રમાણિત કરતા આઈજીઆઇ ગર્વ અનુભવે છે.જેની કડ કાટી ભલે નાની હોય પરંતુ એની બનાવટ મોટા આકાર ને પણ પાછળ મૂકી દે છે.આ પ્રદશન થી કહી શકાય છે કે હીરાએ જ્વેલરી ઉદ્યોગને પુનર્જીવિત કર્યો છે.વર્ષ 2020 માં લેબગ્નોન હીરાનો હિસ્સો માત્ર 13.7% હતો. જે વર્ષ 2022માં વધીને 33.8% થયો છે.જેથી હીરા ઉધોગકારોમાં ફરી એક વખત હીરા ઉદ્યોગમાં તેજીની આશા જાગી છે.

અહેવાલ -;રાબિયા સાલેહ સુરત

આ પણ  વાંચો –મહિસાગરમાં ST બસ ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો થયો વાયરલ

 

Whatsapp share
facebook twitter