+

Surat murder: મુસેવાલા સ્ટાઈલમાં સિખ યુવકની હત્યા

Surat murder: પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાની ચર્ચા ફેલાઈ છે. શહેરમાં સરા- જાહેર યુવકની ઘાતકી હત્યા (Surat murder) થઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં હત્યાની…

Surat murder: પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાની ચર્ચા ફેલાઈ છે. શહેરમાં સરા- જાહેર યુવકની ઘાતકી હત્યા (Surat murder) થઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં હત્યાની ઘટના બનવા પામી છે. હત્યા બાદ હત્યારાઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, જો કે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે.

યુવકના હાથ પણ કાપી નાખવામાં આવ્યા

મહત્વની વાત છે કે સુરતના ઉધના બી. આર.સી રોડ પર લોકોની ભારે અવર-જવર વચ્ચે હત્યાની ઘટનાને (Surat murder) અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. હત્યાની ઘટનાના પગલે ઉધના પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

દારૂના ધંધાના પગલે ચાલી આવેલી જૂની અદાવતમાં હત્યા

પોલીસ સૂત્રો મુજબ ભજનસિંહ સરદારની જૂની દુશ્મનાવટમાં હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ અને મૃતક વચ્ચે તાડી અને દારૂના ધંધાના પગલે ચાલી આવેલી જૂની અદાવતમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. ફોર વ્હીલ કારને આંતરી કારમાં સવાર યુવક પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હત્યાની ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

Surat Murder Case

મુસેવાલા સ્ટાઈલમાં મર્ડર

ઘટનાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. જેમાં સાફ જોઈ શકાય છે કે એક બોલેરો કાર બીજી એસ્યુવિનો રસ્તો રોકે છે. બાદમાં હત્યારાઓ કારમાં બેઠેલા યુવક પર તલવાર વડે હુમલો કરે છે. જેથી એવી પણ ચર્ચા છે કે સિદ્ધુ મુસેવાલાના મર્ડરની સ્ટાઈલમાં હત્યા નીપજવામાં આવી છે. હાલ તો પોલીસ સીસીટીવી અને નિવેદનોને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Whatsapp share
facebook twitter