+

Surat : નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોનો હોબાળો, ગણાવ્યા જનતાના ગદ્દાર

Surat : સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha seat) છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતી. જ્યા ગઈકાલે સોમવારના રોજ 8 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ (Nomination Form) પરત ખેંચી લીધું હતું જે…

Surat : સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha seat) છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતી. જ્યા ગઈકાલે સોમવારના રોજ 8 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ (Nomination Form) પરત ખેંચી લીધું હતું જે પછી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (BJP Candidate’s Mukesh Dalal) બિનહરીફ સાંસદ બન્યા છે. બે દિવસ પહેલા સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha Seat) પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભણી (Nilesh Kumbhani) નું ઉમેદવારી ફોર્મ ટિકાકારોની ખોટી સહી મામલે રદ કરવામાં આવ્યું હતું. વળી નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) નું ફોર્મ રદ થયા બાદથી તેમનો ફોન બંધ આવતા કોંગ્રેસ (Congress) ના નેતાઓ લાલઘૂમ થયા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે, આજે સવારથી જ નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોએ હોબાળો શરૂ કર્યો છે. આવો જાણીએ કેમ નિલેશ કુંભાણીનો થઇ રહ્યો છે વિરોધ આ આર્ટિકલમાં…

Surat Lok Sabha Seat

Surat Lok Sabha Seat

નિલેશ કુંભાણી ગદ્દારના લગાવ્યા બેનર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મે 2024 ના રોજ થવાની છે, તે પહેલા જ ભાજપ સુરતની બેઠક જીતી ચુકી છે. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરતમાં ચિત્ર સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ બન્યા હતા. બીજી તરફ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદથી તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે. જેને લઇને આજે કોંગ્રેસના સમર્થકોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી હોબાળો કર્યો હતો. કોંગ્રેસના સમર્થકોએ હાથમાં “નિલેશ કુંભાણી જનતાના ગદ્દાર” ના બેનર સાથે વિરોધ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, કુંભાણીના ઘરે મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો પહોંચી જતા પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસ કુંભાણીના ઘરે પહોંચી ટોળાને કાબુમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. અહીં સૌથી મોટી વાત એ છે કે, નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઇ ખબર નથી. મળતી માહિતી અનુસાર, સરથાણા વિસ્તારમાં તેમના ઘરે તાળા લગાવેલા છે.

Protest against Nilesh Kumbhani

Nilesh Kumbhani

  • નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમરથકોનો હોબાળો
  • નિલેશ કુંભાણી ગદ્દારના લગાવ્યા બેનર
  • મોટી શખ્યામાં લોકો પહોંચ્યા કુંભાણીના ઘરે
  • પોલીસ પણ પહોચી કુંભાણીના ઘરે
  • ટોળાને કાબુમાં લેવા કોશીશ
  • નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઈ ખબર નથી
  • સરથાણા વિસ્તારમાં તેમના ઘરે તાળા
  • નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા

નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા

મળી રહેલી માહિતી અનુસાર, સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદથી સંપર્ક વિહોણા થઇ ગયા છે. તેમના સંપર્ક વિહોણા થયા બાદથી જ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવા અહેવાલ આવી રહ્યા છે. જો કે, આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં આ અંગે ભારે ચર્ચા થઈ રહી છે. અહેવાલ અનુસાર, નિલેશ કુંભાણીની ગતિવિધિ પહેલાથી જ શંકાના દાયરામાં હતી. ત્યારે હવે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ ઉદ્ભવી રહી છે. જો એવું થશે તો ગુજરાત કોંગ્રેસમાં મોટો ખેલ થઈ શકે છે. નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) ભાજપમાં જોડાય તે પહેલા કોંગ્રેસ સસ્પેન્ડ કરે તેવા પણ સંકેત મળી રહ્યા છે.

Protest against Nilesh Kumbhani

Protest against Nilesh Kumbhani

સુરત લોકસભા બેઠક પરથી BJP ના ઉમેદવાર બિનહરીફ

ચૂંટણી પૂર્વે જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ ચૂંટાયા છે. અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચતા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ઉમેદવારી ફોર્મ રદ થતા ચૂંટણી પહેલા જ બીજેપીના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ બન્યા છે. આ સાથે ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભામાં ભાજપનો કોઈ ઉમેદવાર બિનહરીફ રીતે ચૂંટાઈને આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા હતા અને ત્યાર બાદ મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો – Nilesh Kumbhani : ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટો ભૂકંપ! શું હવે નિલેશ કુંભાણી BJP માં જોડાશે ?

આ પણ વાંચો – LOKSABHA 2024 : ચૂંટણી પહેલા જ સુરતમાં ખીલ્યું ભાજપની જીતનું કમળ

Whatsapp share
facebook twitter