અહેવાલ – રાબિયા સાલેહ
સુરત જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. લાલ્યાવાડી કરતા નોટિસને નહિ ધ્યાનમાં લેતા લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે.આ સાથે જ વર્ષોથી બાકી મહેસૂલની વસૂલાત માટે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એક વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. બેજવાબદાર મિલકતધારકો પર કાર્યવાહી કરવા સર્વે કરાયો છે. જે બાદ બીનખેતી તબદીલી બાદ મહેસૂલ ભરવામાં અખાડા કરનારાઓ સામે નોટિસ ફટકારાઈ છે, મામલતદાર અને સિટી સરવેમાં સમાવિષ્ટ ૧૪,૮૦૬ મિલકતધારકોને નોટિસ પાઠવી સૂચના અપાઇ છે. છેલ્લાં ઘણાં સમયથી ખેતીની જમીન બીન ખેતીમાં તબદીલ કરાવ્યા બાદ વિશેષ કર જેવી મહેસૂલની રકમ ભરપાઈ કરવામાં અખાડા કરનારા મિલક્તધારકોમાં કલેક્ટર ના આક્રમક વલણ બાદ આખરે ફફડાટ ફેલાયો છે.
જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા એક સ્પેશ્યલ અભિયાન હાથ ધરાયું
જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા એક સ્પેશ્યલ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં મામલતદાર અને સિટી સરવેમાં સમાવિષ્ટ ૧૪૮૦૬ જેટલા મિલકતધારકોને બાકી નાણાં ભરપાઈ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ જો નોટિસની અવગણી કરાશે તો કડક પગલાં લેવાશે,જેથી બાકી મહેસૂલ ભરપાઈ કરવા નોટિસ મળતાં મિલકતધારકો દોડતાં થઈ ગયા છે.છેલ્લા કેટલાક વર્ષો થી મોટાભાગના મિલક્ત ધારકો મહેસૂલની ૨કમ ભરપાઈ કરવામાં અખાડા કરી રહ્યા છે.બીજી બાજુ સુરત શહેર અને જિલ્લામાં આવેલી ખેતીની જમીન બિનખેતીમાં તબદીલ કરાવતી વેળાં સરકાર દ્વારા નક્કી કરાયેલી રકમ ભરપાઈ કરવી પડે છે. પરંતુ એક વખત જમીન બિનખેતી થઈ ગયા બાદ મિલકતધારકોએ દર વર્ષે વિશેષ ધારો, શિક્ષણ ઉપકર અને લોકંલ ફંડ એવા ચોક્કસ રકમનો ફરજિયાત મહેસૂલ ભરવો પડે છે. પરંતુ વર્ષોથી મહેસૂલની રકમ ભરપાઈ કરવામાં આંખ આડા કાન કરી રહેલા મોટા ભાગ ના મિલકતધારકો સામે પ્રથમ વાર જિલ્લા કલેક્ટરે આયુષ ઓકે અભિયાન હાથ ધર્યું છે.
સુરત જિલ્લા કલેક્ટરના આ એક્શનને સફળતા પણ સાંપડી છે. જે તે જિલ્લાના મામલતદારો દ્વારા મહેસૂલ નહીં ભરનારા મિલકતધારકો સામે કાર્યવાહીના ભાગરૂપે નોટિસ ફટકારતા તેઓ દોડતાં થઈ ગયા હતા. વધુમાં આગામી દિવસોમાં નોટિસ બાદ પણ બાકી મહેસૂલની રકમ ભરપાઈ નહીં કરનારા મિલકતધારકો સામે રેવન્યુ રાહે કાર્યવાહી કરવાના પણ આદેશ જાણી કરી દેવાયા છે. એટલુજ નહિ નોટિસથી ફફડી ઊઠેલા લોકો દ્વારા ૯.૯૪ કરોડ સરકારી તિજોરીમાં ઠાલવ્યાં છે.
આ અંગે સુરત જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કે સૌ પ્રથમ ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલી કરાવ્યા બાદ દર વર્ષે તેનું મહેસૂલ ભરવું પડે છે.પરંતુ મહેસૂલ ભરવામાં અખાડા કરી રહેલા લોકો ને નોટિસ ફટકારાતા તેઓ રકમ જમાં કરાવવા દોડી આવ્યા હતા,અને સાથે જ વર્ષોથી બાકી મહેસૂલની ભરપાઈ કરી દીધી હતી. તેમજ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૩ સુધીના ત્રણ મહિનાના સમયગાળામાં મિલકતધારકોએ ૯,૯૪,૬૮,૯૩૮ રૂપિયા સરકારી તિજોરીમાં ઠાલવી દીધા હતા.
મામલતદારોએ મોકલાવેલી નોટિસની વિગત
મજૂરા-૩૩૦, ઉધના ૩૯૯, અડાજણ ૫૭૨, કતારગામ ૧૫૨, પૂણા ૨૦૨, કામરેજ ૨૯૭, ચોર્યસી ૨૯૭, માંગરોળ ૩૫૩, માંડવી ૧૨૬, બારડોલી ૨૯૭, ઓલપાડ ૨૩૯, મહુવા ૨૪, પલસા ણા ૫૦૦, ઉમરપાડા ૨૦૯, સિટી સરવે-૧ દ્વારા ૧૦૫૩, સિટી સરવે -૨માં ૨૦૦૪, સિટી સરવે-૩માં ૨૧૮૨ અને સિટી સરવે-ઓલપાડ દ્વારા ૩૮૯, સિટી સરવે બારડોલી દ્વારા ૧૦૫૪ કલેક્ટર દ્વારા હજુ પણ વસૂલાત અભિયાન ચાલું છે. તેમજ આગામી દિવસમાં બાકી લેણાંની વસૂલાત માટે કડકાઈથી કાર્યવાહી કરવા અધિકારી ઓની ટીમ ને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો — આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ સુરત આવશે