- સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં હવે મળશે આ સુવિધા
- એલર્જી ટેસ્ટિંગ અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન
- કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર.પાટીલનાં હસ્તે કરાયું ઉદઘાટન
સુરતનાં (Surat) નાગરિકો માટે એક મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ન્યૂ સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર.પાટીલના (C.R. Patil) હસ્તે આ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ક્લિનિક થકી વિવિધ એલર્જીનાં દર્દીઓને ઇમ્યુનોથેરાપીની સારવાર અપાશે.
આ પણ વાંચો – Mehsana : ધારાસભ્ય અને સાંસદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, કરી આ રજૂઆત!
કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર.પાટીલનાં હસ્તે ઉદઘાટન
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) એલર્જી ટેસ્ટીંગ અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ક્લિનિકમાં વિવિધ એલર્જીનું નિદાન કરવામાં આવશે. ધૂળ, જીવ જંતુઓ, પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી, ફૂગ, ખોરાક સહિતની એલર્જીનું અહીં નિદાન કરવામાં આવશે.
Surat: ન્યુ Civil Hospital ખાતે એલર્જી ટેસ્ટીંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન | Gujarat First@CRPaatil @MoHFW_GUJARAT #SuratHealthCare #AllergyTesting #ImmunotherapyClinic #NewCivilHospital #SuratMedicalNews #HealthInSurat #AllergyTreatment #Immunotherapy… pic.twitter.com/K7FVkj0NLz
— Gujarat First (@GujaratFirst) September 7, 2024
આ પણ વાંચો – Ganesh Chaturthi : ગુજરાતભરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ, વાજતે-ગાજતે શ્રીજીની સ્થાપના, જુઓ Video
નવી સિવિલ હોસ્પિટલે લોકોનો વિશ્વાસ કાયમ રાખ્યો કર્યો છે : CR પાટીલ
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે (C.R. Patil) કહ્યું કે, નવી સિવિલ હોસ્પિટલમાં (Surat) અનેક મુશ્કિલ ઓપરેશનો કરી લોકોનો વિશ્વવાસ અને ભરોસો કાયમ રાખ્યો છે. ઘણી એવી સારવાર છે જે અન્ય ખાનગી હોસ્પિટલમાં મોંઘી છે, તે સારવાર અહીં નિઃશુલ્ક મળી રહે તેવી પહેલ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કરવમાં આવી છે. તેમણે કહ્યું કે, વિવિધ એલર્જીની સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં લાખોમાં થાય છે, જે સારવાર હવેથી નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) નજીવી દરે અને ફ્રી મળશે. સી.આર. પાટીલે કહ્યું કે, આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો (CM Bhupendra Patel) હું આભાર વ્યક્ત કરું છું.
આ પણ વાંચો – Rajkot : લ્યો બોલો…ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની વાતો વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ થવાનો વારો આવ્યો!