Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: સુરત પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપીઓની કરી ધરપકડ

09:24 PM Feb 13, 2024 | VIMAL PRAJAPATI

Surat: સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10 ફેબ્રુઆરીના રોજ થયેલી લૂંટના ગુનાનો ભેદ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે. આ લૂંટ કરનાર સારા ગેંગના સભ્યોને પકડીને ક્રાઈમ બ્રાન્ચે જેલના હવાલે કરી દીધા છે. આ ગેંગના ત્રણ સભ્યોને પકડીને ક્રાઈમ બ્રાન્ચે સુરત વડોદરા અને અમદાવાદના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર ધીમે ધીમે બની રહ્યું છે ક્રાઈમ સીટી

સિલ્ક સીટી અને ડાયમંડ સીટીના હુલામણા નામે જાણીતું બનેલું સુરત શહેર ધીમે ધીમે ક્રાઈમ સીટી બની રહ્યું છે, ત્યારે ગત 10 ફેબ્રુઆરીના રોજ સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં આવેલા ડુમસ રોડ ઉપર આવેલા ખેતલાઆપા દુકાનની આગળ FORTUNER કારમાંથી ઉતરીને ફરીયાદી પાસે રહેલી એક કપડાની સફેદ કલરની થેલીમાં રૂ. 4 લાખ 40 હજાર હોય જે થેલી ફોર વ્હીલમાં પાછળની ડિકીમાં મુકવાની હતી પરંતુ હાથમાં લઇ ચા પીવા જતા હતા તે સમયે એક બાઈક ઉપર બેસી આવેલ બે વ્યક્તિઓ તે થેલી ઝુંટવી બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ ઉમરા પોલીસમાં નોંધાઇ હતી.

સુરત પોલીસે લૂંટારૂ ગેંગનો કર્યો પર્દાફાશ

ગુનો બનતાની સાથે જ સુરત શહેર પોલીસની તમામ એજન્સીઓ સુરત જ કામે લાગી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચની તેમને આ ગુનો આચારનાર શાળા ગેંગના સભ્યો વિશે માહિતી મળી હતી જે માહિતી સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને આ વોચને આધારે સારા ગેંગના સભ્યો આવતા તેમને પકડી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આખરી પૂછપરછ કરવામાં આવતા આ શખ્સોએ ચાર લાખ ચાલીસ હજાર રૂપિયાની લૂંટનો ગુનો કબૂલી લીધો હતો.

મળતી વિગતો પ્રમાણે પોલીસે આ ગુનામાં શરીફ ખાન ફરીદ ખાન, કનુ રામાભાઇ સોલંકી અને પ્રફુલ પુનમભાઈ ગારંગીની ધરપકડ કરી છે. પોલીસે આ ત્રણે આરોપીઓ પાસેથી બે બાઇક, સોનાનું મંગળસૂત્ર, રોકડ રૂપિયા 6 હજાર એક સો અને ચોરી અને લૂટ કરવાનો સામાન કબ્જે કર્યો છે.

આ પણ વાંચો: METRO BRIDGE: નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 તરફ શરુ થનારી મેટ્રોનો બ્રિજનો ડ્રોન નજારો

આરોપીઓની પુછપરછમાં પોલીસને માહિતી મળી છે કે, આ ત્રણેય આરોપીઓએ તેઓના સાગરીત શેખ અબ્દુલ મહોમદ સાકીર મહોમદ શેખ સાથે સુરત શહેર ખાતે લૂંટ કરવાનો પ્લાન બનાવી સાયણ મુકામે પોનાના પરીચીતને ત્યા રોકાઈ ગયા હતા. સુરત શહેર ખાતેના પેટ્રોલ પંપો તેમજ ભાગળ, હરીપુરા વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢીઓની અવાર નવાર રેકી કરેલી હતી, પરંતુ અહીં લોકોની અવર જવર અને શહેરી વિસ્તારને લઇને ગુનાને અંજામ આપી શકાય તેમ ન હોવાથી શહેરની બહાર ખુલ્લા રોડ ઉપર લૂંટ કરવાનું નક્કી કરી ચારેય જણાએ ગત 10 તારીખના રોજ અઠવાલાઇન્સથી ડુમ્મસ જતા મેઇન રોડ પીપલોદ ખેતલાઆપા દુકાનની આગળથી રોકડ રકમ ભરેલ થેલો લઇ પોતાની ગાડીમાંથી ઉતરેલા તે વખતે આ રૂપિયા ભરેલ થેલી ઝુટવી ફરાર થયા હતા.

અહેવાલઃ આનંદ પટણી, સુરત