Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરત પોલીસની જોરદાર ઓફર, આરોપીઓને પકડવામાં મદદ કરો અને મેળવો રૂ. 30 હજાર સુધીનું ઇનામ

11:29 PM May 20, 2023 | Dhruv Parmar

સુરત શહેરમાં લુંટ, હત્યા, ધાડ, અપહરણ, નાર્કોટિકસ જેવા વિવિધ પ્રકારના ગંભીર ગુન્હાઓ કરીને નાસતા-ફરતા 16 જેટલા આરોપીઓની ધરપકડ કરવા માટે તેઓ વિશે માહિતી આપનારને સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે રૂ. 5 હજારથી લઈને 30 હજાર સુધીના ઈનામો આપવાની જાહેરાત કરી છે.

સાજુ કોઠારી ગેંગનો આરોપી અલ્લાહરખ્ખા ગુલામ મુસ્તફા પર રૂ. 20 હજારનું ઇનામ, ગુલામહુશેન હૈદરઅલી ભોજાણી પર રૂ. 20 હજારનું ઇનામ, ગાજીપરા-અલ્તાફ ગેંગના અંકિત ઉર્ફે ડોક્ટર સામે રૂ. 15 હજારનું ઇનામ અને અશરફ નાગોરી ગેંગના આરોપી અકરમ અમીન બકાલી પર રૂ. 15 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ જાણકારી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, જે મુજબ જે કોઈ વ્યકિત આ આરોપીઓને પકડાવવામાં મદદરૂપ થાય અથવા આરોપીઓ વિશે સાચી, સચોટ અને ચોક્કસ માહિતી આપશે તો તેમને પ્રોત્સાહન સ્વરૂપે ઈનામ આપવામાં આવશે. તે સિવાય માહિતી આપનારની સલામતી માટે તેમનું નામ કે ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમમાં ત્રણ બાળકો ડૂબ્યા, શોધખોળ હાથ ધરી