Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat ના માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ ચોમાસા પહેલા થયો ખાલી

07:39 PM Jun 07, 2023 | Hiren Dave

સુરત જિલ્લાના માંડવી તાલુકાના લોકો માટે જીવાદોરી આમલીડેમ થયો તળિયાઝાટક,હાલ ડેમની સપાટી 1.25 એમસીએલ નોંધાઈ છે જો વરસાદ પાછો ખેંચાય તો 13 જેટલા ગામોમાં સિંચાઈના પાણીની અછત ઉભી થાય તેવી શક્યતા,ડેમના જળ સ્તરમાં ઘટાડો નોંધાતા ખેડૂતો ચિંતીત થયાં.

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ત્રણ મહત્વના ડેમો પૈકી આમલી ડેમ ગત વર્ષના ચોમાસા દરમિયાન 100 ટકા ભરાયો હતો. જોકે, હાલ જૂન માસમાં ડેમની સપાટી 1.25 એમસીએલ સાથે ડેથ સ્ટોરેજ કેપિસીટી ઉપર પહોંચી ગયો છે. જોકે, ચોમાસુ પાછળ ખેંચાય તો 13 જેટલા ગામોમાં સિંચાઈના પાણીની ગંભીર સ્થિતિ સર્જાય તેવી શક્યતા રહેલી છે,ડેમ ઉપર હાજર નાયબ કાર્યપાલક ઈજનેર પ્રશાંત ભારતીએ જણાવ્યું હતું કે આમલી ડેમ છેલ્લા ચાર વર્ષ દરમિયાન ઉંમરપાડા વિસ્તારમાં પડતાં ભારે વરસાદને લીધે છલોછલ ભરાય જાય છે.

જોકે, ઉનાળાના અંતમાં ચોમાસા પહેલા ડેમમાં પાણી ઓછું રહે છે. ગત વર્ષે ડેમમાં 39 એમસીએલ પણી ભરાયું હતું. ડેમ 100 ટકા ભરઈ ગયો હતો. હાલ ડેમમાં 1.25 એમસીએલ પાણી બચ્યું છે. એટલે કે ડેથ સ્ટોરેજ કેપેસિટી ઉપર પાણી બચ્યું છે. આ પાણી હાલ પીવાના તેમજ પશુના ઉપયોગ માટે રાખવામાં આવ્યું છે. આમ તો આમલીડેમની 30 જેટલા ગામોની 3500 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, અને આ ડેમમાંથી છોડવામાં આવતુ પાણી ગોડધા ડેમમાં પાણી આવે છે,કાકરાપાર ડેમમાંથી પાણી લીફ્ટ કરી પહોંચાડવામાં આવતું હોવાથી 20 જેટલા ગામો માટે સિંચાઈની વ્યવસ્થા છે. પરંતુ આમલીડેમ અને ગોડધા ડેમ વચ્ચે આવતાં 10 ગામોના ખેડૂતો માટે પાણીની વિકટ સ્થિતિ થાય તેમ છે. જો ચોમાસું પાછળ જસે તો આ ડેમમાં પાણી માટે તકલીફ ઊભી થશે એ હકીકત છે.

આમલી ડેમના જળ સ્તરમાં ઘટાડો નોંધાતા 10 ગામ ઉપરાંત ડેમના કેચમેન્ટ એરિયા વિસ્તારના પીપલવાડા અને ખાતરાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા ઉભી થઇ છે,ચોમાસુ સમયસર શરૂ થાય તો મોટી સમસ્યા અટકી જશે,પરંતુ વરસાદ જો રિસામણા કરશે તો વિકટ પરિસ્થિતિ સર્જાશે,આમલી ડેમની સપાટી 101 મીટર છે. જેમાં 38 એમસીએલ પાણી સ્ટોરેજ થાય છે,હાલમાં ડેમની ગંભીર સ્થિતિ છે જેથી લોકોની ચિંતામાં વધારો થયો છે.

આમલી ડેમમાં છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું. જોકે, ચાલુ વર્ષે ડેમમાં ઓછુ પાણી છે. તો સિંચાઈ માટે અગવડ ઊભી થઈ છે, આમ તો હવે કૂદરત પર આશા છે,વરસાદ જલદી પડે તો રાહત થાય તેમ છે, આજથી 4 વર્ષ પહેલા આમલીડેમ માં પાણી ની આવક નહિ થતા આમલીડેમ ભરયો નહોતો જે ને લઈ તે સમયે 30 જેટલા ગામો ને પીવા,સિંચાઈ અને પશુપાલકો ને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જો કે આ વખતે ગોળધાડેમ તેમજ લાખી ડેમ માં કાકરાપાર માંથી લિફ્ટ કરી બન્ને ડેમો ને ભરવા માં આવ્યા છે જેના લઈ 20 જેટલા ગામો ને હાલ પાણી ની કોઈ સમસ્યા નથી પરંતુ આમલી ડેમને અડીને આવેલ 14 જેટલા ગામોના ખેડૂતો હાલ ચિંતા માં મુકાયા છે.

અહેવાલ -ઉદય જાદવ ,સુરત 

આપણ  વાંચો –ગોધરામાં મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલની હાજરીમાં ભાજપનું સંમેલન યોજાયું