+

Kshatriya Andolan : કારડીયા રાજપૂત અને ક્ષત્રિય દરબાર સમાજનો BJP ને ટેકો, કોળી સમાજનું પણ સમર્થન

Kshatriya Andolan : રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) માટે રાહતના સમાચાર છે. કારડીયા રાજપૂત સમાજ અને ક્ષત્રિય…

Kshatriya Andolan : રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) માટે રાહતના સમાચાર છે. કારડીયા રાજપૂત સમાજ અને ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કરાયો છે. જ્યારે , ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર નિમુબેન બાભણીયાના સમર્થનમાં બોટાદના કનીયાડ ગામે કોળી સમાજની ભવ્ય જાહેરસભાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો સહિત જનમેદની ઊમટી હતી.

કારડીયા રાજપૂત સમાજનો PM નરેન્દ્ર મોદીને ટેકો

રાજ્યમાં મતદાન પહેલા રાજકોટ (Rajkot) બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર છે. કારડીયા રાજપૂત સમાજે (Kardia Rajput Samaj) PM નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) સમર્થન આપવાની જાહેરાત કરી છે. ભાવનગર સભામાં નિર્ણય બાદ તમામ લોકો સુધી ના પહોંચી શકતા હોવાથી ન્યૂઝ પેપરમાં જાહેરાત મારફતે સમાજ સુધી આ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ નારણભાઈ મોરી અને મંત્રી ભૂપતભાઇ પરમાર દ્વારા સમાજ જોગ સંદેશો મોકલવામાં આવ્યો છે.

ભાજપ ઉમેદવારના સમર્થનમાં બોટાદમાં જાહેરસભા

ભાવનગરના (Bhavnagar) બોટાદ ખાતેના કનીયાડ ગામે ભાજપના ઉમેદવાર નિમુબેન બાભણીયાના (Nimuben Bambhania) સમર્થનમાં કોળી સેનાના ગુજરાત પ્રમુખ દિવ્યેશ સોલંકી દ્વારા જાહેરસભા કરાઈ હતી. કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર હતા. ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર મતદાન કરવા આગેવાનો દ્વારા અપીલ કરાઈ હતી. સાથે જ આગેવાનોએ ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને યાદ કરી ફરી એક વખત ફરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

બનાસકાંઠામાં ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા ભાજપને સમર્થન જાહેર

ઉપરાંત, બનાસકાંઠામાં પણ ક્ષત્રિય દરબાર સમાજ (Kshatriya Darbar Samaj) દ્વારા ભાજપને સમર્થન જાહેર કરાયું છે. ક્ષત્રિય આંદોલન વચ્ચે બનાસકાંઠામાં થરાદ, વાવ વિધાનસભા મતવિસ્તારના ક્ષત્રિય દરબાર સમાજ બહોળી સંખ્યામાં ભેગા થઈ ભાજપને સમર્થન આપ્યું છે. માહિતી મુજબ, થરાદમાં ડેઝર્ટ હોટેલ ખાતે ક્ષત્રિય આગેવાન રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ અને અર્જુનસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને દરબાર સમાજની મહત્ત્વની મિટિંગ યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે. દરમિયાન, કોંગ્રેસમાંથી છેડો ફાડી આવેલા દિલાવરસિંહ વાઘેલા, નરેન્દ્રસિંહ ચૌહાણ, સિધ્ધરાજસિંહ ચૌહાણે સા‌સંદ પરબતભાઈ પટેલના હાથે કેસરિયા કર્યા હતા.

આજે ગોંડલમાં ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન

આજે ગોંડલ ખાતે ફરી એકવાર ક્ષત્રિય સંમેલનનું આયોજન કરાયું છે. જયરાજસિંહ (Jayraj Singh) પુત્ર ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં આ કાર્યક્રમ (Kshatriya Sammelan) ભાજપના સમર્થનમાં રાજપૂત સમાજની વાડીમાં યોજાશે. આ કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજા, ગણેશસિંહ જાડેજા (Ganesh Singh Jadeja), ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય સમાજ, કારડીયા રાજપૂત, નાડોદા રાજપૂત, સોરઠીયા રાજપૂત અને ખાંટ રાજપૂત સમાજના લોકો હાજર રહેશે.

આ પણ વાંચો – Rajkot: પરશોત્તમ રૂપાલાને મોટી રાહત, લેઉઆ-કડવા પાટીદારોનું મોટું સમર્થન

આ પણ વાંચો – Kshatriya Sammelan : વધુ એક પ્રયાસ! મતદાન પૂર્વે ભાજપનાં સમર્થનમાં ફરી એકવાર અહીં યોજાશે ક્ષત્રિય સંમેલન

આ પણ વાંચો – Narendra Modi : ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી

Whatsapp share
facebook twitter