Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SURAT : પાસોદરામાં મોટી દુર્ઘટના, બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડતા 1 શ્રમિકનું મોત

04:31 PM May 31, 2024 | Vipul Sen

સુરતના (SURAT) પાસોદરા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. કન્સ્ટ્રક્શન સાઇટ (construction site) પર ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિક દટાયા હતા, જે પૈકી એક શ્રમિકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી ત્રણેય શ્રમિકોને માટીમાંથી બહાર કાઢ્યા હતા. બે શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરથાણા પોલીસની (Sarthana police) ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

ભેખડ ધસી પડતા કામ કરતા ત્રણ મજૂર દટાયા હતા.

ભેખડ ધસી પડતા ત્રણ પૈકી 1 શ્રમિકનું મોત

સુરતના (SURAT) પાસોદરા (Pasodara) વિસ્તારમાં એક બિલ્ડિંગના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ કન્સ્ટ્રક્શન સાઇટ (construction site) પર એક મોટી દુર્ઘટના ઘટી છે. બાંધકામ સમયે અચાનક ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકો દટાયા હતા. આ ઘટનાને પગલે ત્યાં હાજર લોકોએ ત્વરિત ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમને જાણ કરી હતી. આથી કામરેજ (Kamrej) અને સરથાણા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ

બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઈ સવાલ

માહિતી મુજબ, ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી માટી નીચે દબાયેલા ત્રણેય શ્રમિકોને બહાર કાઢ્યા હતા. ત્રણેય શ્રમિકોને ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, ત્રણ પૈકી એક શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સરથાણા પોલીસની (Sarthana police) ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હાલ શ્રમિકોની ઓળખ થઈ શકી નથી. સાથે જ બાંધકામ સાઇટના માલિકો, કોન્ટ્રાક્ટરો સહિતની તપાસ હાથ ધરાઈ છે. બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઈ સવાલ પણ ઉઠ્યા છે.

આ પણ વાંચો – જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ કોંગ્રેસ નેતાનું અપહરણ કરી ઢોર માર માર્યો, એટ્રોસિટી હેઠળ કેસ દાખલ

આ પણ વાંચો – Surat: ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, મનપાની ટીમને જાનથી મારવાની ધમકી આપી

આ પણ વાંચો – જાહેરાતો દેખાડવા માટે બે કંપનીઓએ કાપ્યા 536 વૃક્ષો, AMC એ ફટકાર્યો 1 કરોડનો દંડ