+

Gujarat Ke Genius : જીશા શિહોરાએ કરાટે ચેમ્પિયન્સ શિપમાં ગોલ્ડ મેડલ જીતી ગૌરવ વધાર્યું

સુરતની દીકરીએ કરાટે ચેમ્પિયન્સ શિપ માં દુબઈ માં ડંકો વગાડ્યો છે.સુરત ની દીકરી એ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ સાથે ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે.30 એપ્રિલના રોજ દુબઈ…

સુરતની દીકરીએ કરાટે ચેમ્પિયન્સ શિપ માં દુબઈ માં ડંકો વગાડ્યો છે.સુરત ની દીકરી એ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ સાથે ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે.30 એપ્રિલના રોજ દુબઈ ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુરતની 17 વર્ષીય શિહોરા જીશા એ ગોલ્ડ મેડલ સહિત બ્રોન્ઝ જીતી પરિવાર નું ગૌરવ વધાર્યું છે.

Surat Little Girl Jisha Shihora

દુબઈ ખાતે કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લીધો

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં પરિવાર સાથે 17 વર્ષીય શિહોરા જીશા રહે છે. જીશા ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ દુબઈ ખાતે કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ગઈ હતી. દુબઈમાં જીશા કઝાકિસ્તાન, પંજાબ વગેરે ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરી હતી.

gold medal in karate championship

1200 થી 1500 સ્પર્ધકોએ હિસ્સો લીધો

આ અંગે જીશા એ જણાવ્યુ હતું કે, દુબઈ ખાતે 30 એપ્રિલથી દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ બુડોકેન કપ દુબઈ-2023 સ્પર્ધા યોજાઇ હતી. સમગ્ર વિશ્વમાંથી 1200 થી 1500 જેટલા કરાટેના વિર-વિરાંગનાઓ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શિહોરા જીશાબેન વિજયભાઈ કુમેટે(ફાઇટ)માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

Jisha Shihora won gold medal in Budoken Cup Dubai 2023

કઝાકિસ્તાનની ખેલાડીને હરાવી

જ્યારે ક્વાટર ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. દુબઈમાં રમવું ખુબ જ અઘરું હતું, પરંતુ દુબઈ રમવા જવા માટે સખત મહેનત કરી હતી અને પહેલા રાઉન્ડમાં જ કઝાકિસ્તાનની ખેલાડીએ મોઢા પર પંચ મારતા જમીન પર પડી ગઈ હતી. પંરતુ બીજી ગડી એ ઊભા થઈ અટેક કરવાનું શરૂ કરતાં આખરે જીત મેળવી હતી, કુમેટે (ફાઇટ)માં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેળવ્યો હતો.

Won gold medal in karate championships

અભ્યાસ સાથે ટ્રેનિંગ, નાનપણથી સ્પોર્ટ્સમાં રુચિ

જિશા નાનપણથી જ સ્પોર્ટ્સમાં રુચિ ધરાવતી હતી. પરંતુ માતા-પિતા માધ્યમ વર્ગમાંથી આવતા હોવાથી આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હોવા છતા જીશાએ હાર માની નહી અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધી. આ અંગે જીશાના વાલીઓએ આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જીશા નાનપણથી જ સ્પોર્ટ્સમાં એક્ટિવ રહેતી. જેથી તેણી એ કરાટેમાં પોતાની કારકિર્દી બનવવાનું નક્કી કર્યું હતુ.

જો કે જિશા અભ્યાસની સાથે-સાથે કરાટેની ટ્રેનિંગ કરતી હતી. જેમાં તેને આંખો દિવસ સતત પરિશ્રમ કરવો પડતો. જીશા સુરતથી છેક બારડોલી ટ્રેનિંગ માટે જાય છે. તેણી એકલી છોકરી હતી જે બોયઝ વચ્ચે પ્રેક્ટિસ કરતી હતી. જીશાને સખત મહેનત બાદ આ સફળતા મળી છે જેમાં પરિવાર, સ્કૂલ અને કોચે ખૂબ જ સપોર્ટ કર્યો હોવાનું તમામે જણાવ્યું હતું.

Surat Little Girl Jisha Shihora

શાળાને પણ ગૌરવ

જીશાની સ્કૂલના સંચાલક કમ ટ્રસ્ટી એવા પરેશ પટેલને પણ તેણી પર ખૂબજ ગર્વ છે. આ અંગે પરેશ પટેલે જણાવ્યું હતું કે, જીશા અભ્યાસમાં પણ ખૂબજ હોશિયાર હતી સાથે જ તે કરાટે માટે અન્ય રાજ્ય સહિત શહેરોમાં રમવા જતી જી કે તેની આર્થિક સ્થિતિ એટલી સારી નહિ હતી જેથી શાળા તરફ થી તેને આર્થિક મદદ પણ કરવામાં આવતી, સાથે જ તેને શાળા તરફ થી શિક્ષકો સહિત તમામનો ખૂબજ સ્પોર્ટ રહેતો અને જ્યારે જીશા કોઈ જગ્યાએ મેડલ જીતીને આવતી તો શાળાનું નામ રોશન થતા તમામ આનંદ સાથે તેનો સ્વાગત કરતા.

gold medal in karate championship

ચેમ્પિયનશીપ જીતીને આવ્યા બાદ પરિવારે અનોખુ સ્વાગત કર્યું

જીશાના પરિવારમાં તેણી પહેલી એવી વ્યક્તિ હતી જેના પાસપોર્ટ ઉપર વિદેશ જવાનો સિક્કો લાગતાં તેના વતનમાં રહેતા પરિવારમાં પણ ખુશીનો પાર ન રહ્યો હતો. જ્યારે જીશા દુબઈથી પરત ફરી ત્યારે પરિવાર સહિત સોસાયટીના લોકોએ તેનું અદકેરું સ્વાગત કર્યું હતું. જીશાએ સોસાયટીમાં પ્રવેશ કરતા જ પરિવાર સહિતના લોકોએ તેને આશીર્વાદ આપ્યા હતા, જે બાદ જીશા ભાવવિભોર થઇ ગઇ હતી. પરિવારના સભ્યોને ભેટીને તેણી રડી પડી હતી.

અહેવાલ : રાબિયા સાલેબ, સુરત

આ પણ વાંચો : GUJARAT KE GENIUS : નેશનલ લેવલે KARATE CHAMPIONSHIP માં ધ્રુવિલ અને શૌર્યની અદ્ભુત સિદ્ધી

– શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
– શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
– શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
– શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
– શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
પર આપના બાળકનું નામ
આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની
માહિતી જણાવતું ભરો ફૉર્મ  અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા
આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે
આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ
નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને
Whatsapp share
facebook twitter