Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: ગુજરાત, મુંબઈ સહિત 40 સ્થળે ITના દરોડા

09:21 PM Nov 29, 2023 | Hiren Dave

ગુજરાતમાં એકવાર ફરી IT વિભાગે સપાટો બોલાવ્યો છે. ઈન્કમટેક્સ વિભાગ હવે નવા વર્ષે પણ કરચોરો પર ત્રાટકી છે. આજે વહેલી સવારથી વડોદરા, સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં IT વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જણાવી દઇએ કે, આજે સવારે IT વિભાગની અલગ અલગ ટીમોએ ગુજરાતના મોટા વેપારીના વિવિધ ઠેકાણાઓ પર એક સાથે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. વડોદરાના R R Kabel Ltd પર ITના દરોડાને પગલે ચકચાર મચી ગઈ છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે