Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Gangrape ના આરોપીઓ ઉપર સુરત પોલીસે કર્યું ફાયરિંગ

07:50 AM Oct 10, 2024 |
  • માંગરોળ ગેેંગરેપના આરોપીઓને શોધી કાઠવામાં આવ્યા
  • પોલીસને જોતા આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો 
  • ત્યારે 3 આરોપીઓ પૈકી બે આરોપીઓને પકડી પાડ્યા

સુરતમાં (Surat) સભ્ય સમાજને કલંકિત કરતી વધુ એક ઘટના બની છે. સુરતનાં માંગરોળ તાલુકાનાં બોરસરાં ગામમાં (Borsara) રહેતી સગીરા રાત્રિનાં સમયે તેના એક મિત્ર જોડે ઊભી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા હતાં. અને અજાણ્યા ઈસમોએ સગીરા સાથેનાં યુવકને ઢોર માર મારીને ત્યાંથી ભગાડી દીધો હતો. ત્યાર બાદ સગીરાને નજીકની અવાવરૂં જગ્યા પર લઈ ગયા હતાં. જે બાદ તેની સાથે આ નરાધમોએ સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

3 આરોપીઓ પૈકી બે આરોપીઓને પકડી પાડ્યા

ત્યારે આજરોજ સુરતના માંગરોળના મોટા બોરસરાના આરોપીને પકડી શોધી કાઠવામાં આવ્યા હતાં. તો જ્યારે આ આરોપીઓ પોતાની નજીક આવતા નજરે આવી ગયા હતાં, ત્યારે તેઓએ ત્યાંથી ભાગી નીકળવા માટે દોડ લગાવી હતી. પરંતુ ત્યારે પોલીસે તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું. જે અંતર્ગત 3 આરોપીઓ પૈકી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતાં. તેથી એક આરોપીની હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Surat Gangrape ના આરોપીઓ ઉપર સુરત પોલીસે કર્યું ફાયરિંગ

ત્રણેય આરોપીઓએ યુવતીને પકડી લીધી

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, સગીર યુવતી કોચિંગ બાદ તેના મિત્રોને મળવા ‘કિમ’ ગઈ હતી. આ સમય દરમિયાન, રાત્રે લગભગ 10 વાગ્યે, તેણે તેના બે મિત્રો સાથે આઇસક્રીમ ખાધો હતો. આ પછી સગીર તેના બે પુરુષ મિત્રો સાથે મોટા બોરસરા ગામ પાસે નિર્જન જગ્યાએ બેઠી હતી. આ દરમિયાન ત્રણ લોકો તેમની પાસે આવ્યા હતા. આ ઘટના દરમિયાન જ્યારે ત્રણેય આરોપીઓએ યુવતીને પકડી લીધી ત્યારે યુવતીના મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા.

આ પણ વાંચો: સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દેહવ્યાપારના સકંજામાંથી મહિલાઓને આઝાદી અપાવી