Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Family Crime: પ્રેમમાં પાગલ ભાણિયાએ મામાની કરી હત્યા

06:41 PM Apr 09, 2024 | Aviraj Bagda

Surat Family Crime: સુરત (Surat) માં પ્રેમમાં ભાન ભૂલેલા ભાણેજે સગા મામાની કરુણ હત્યા કરી છે. આ ઘટનામાં 4 ભાણેજોએ મળીને મામા પર જીવલેણ હુમલો કરી તેમને તીક્ષ્ણ હથિયાર વડે મામાની ક્રૂર હત્યા (Murder) કરી હતી. ત્યારે આ મામલાને લઈ સમગ્ર સુરત (Surat) ના પાણા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

  • સુરતના પુણામાં ભાણેજે કરી હતી મામાની હત્યા
  • ભાણેજ પિતરાઈ બેનને સાસરિયામાંથી ભગાડીને લઈ ગયો
  • 4 ભાણેજોએ મળીને મામા પર જીવલેણ હુમલો કર્યો

મળતી માહિતી મુજબ, Bhavnagar ના વલ્લભીપુર તાલુકાના નશીતપર ગામમાં રહેતા પશુપાલક બાબુભાઈ જશમતભાઈ વાઘેલાની દીકરીને તેમનો ભાણેજ વિશાલ પરમાર 20 દિવસ પહેલા ભાવનગરથી ભગાડીને સુરત (Surat) લઈ આવ્યો હતો. ત્યારે બાબુભાઈએ તેમના અન્ય સાથે મળીને તાત્કાલિક ધોરણે સુરત (Surat) થી તેમની દીકરી અને ભાણેજને પકડી પાડ્યા હતા.

ભાણેજ પિતરાઈ બેનને સાસરિયામાંથી ભગાડીને લઈ ગયો

ત્યારબાદ બાબુભાઈએ તેમની દીકરીના એક સપ્તાહની અંદર મોરબીમાં આવેલા વાંકાનેરના એક ગામડામાં કરાવ્યા હતા. પરંતુ લગ્નના થોડાક દિવસોમાં જ ભાણેજ વિશાલ પરમારે બાબુભાઈની દીકરીને તેના સાસરિયામાંથી ભગાડીને ફરાર થઈ ગયો હતો. ત્યારે આ મામલે સાસરિયા દ્વારા આ મામલે તાત્કાલિક બાબુભાઈ અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

4 ભાણેજોએ મળીને મામા પર જીવલેણ હુમલો કર્યો

ત્યારે બાબુભાઈએ ગત 7 એપ્રિલે તેમના મોટા ભાઈ મનસુખભાઈ અને પુત્ર વિક્રસ સાથે સુરત આવ્યા હતા. કારણ કે…. તેમના ભાણેજ વિશાલ પરમારે તેમની દીકરીને ભગાડીને સુરત (Surat) ના તેના ઘરમાં રાખી હતી. તેથી તેઓ જ્યારે ભાણેજને મળવા આવ્યા, ત્યારે રોષે ભરાયેલા ભાણજ વિશાલે તેના અન્ય ભાઈઓ સાથે મળીને બાબુભાઈ અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.

4 ભાણેજ પર હત્યાના આરોપ સાથે કેસ નોંધાયો

આ હુમલામાં બાબુભાઈનું ઘટના સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું. તે તેમના મોટા ભાઈ મનસુખભાઈ અને તેમના પુત્ર વિક્રમને ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેમની તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવે હતી. ત્યારે પોલીસ વિશાલ અને તેના 3 વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જોકે પોલીસે સમગ્ર મામલે કેસ દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: AMBAJI : નવરાત્રીના પ્રથમ દિવસે જાણીતા મ્યુઝીક ડાયરેક્ટર અનુ મલિક આવ્યા માતાજીના દર્શને

આ પણ વાંચો: Bomb Blast Email: દેશમાં વિવિધ 52 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવાનો ઈમેઈલ, સુરત શહેર આતંકી સંકજામાં

આ પણ વાંચો: AHMEDABAD : શહેરમાં પહેલીવાર આર્થ્રોસ્કોપી કોન્ફરન્સનું આયોજન કરાયું