+

Surat Diamond Bourse : PM મોદીએ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે. PM મોદી વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’નું ઉદ્ઘાટન કર્યું છે. વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ ઈમારતને તૈયાર કરવા પાછળ 3400…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે. PM મોદી વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’નું ઉદ્ઘાટન કર્યું છે. વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ ઈમારતને તૈયાર કરવા પાછળ 3400 કરોડનો ખર્ચ કરાયો છે. ઈમારતોના નિર્માણ પાછળ 5 લાખ 40 હજાર મેટ્રિક ટન લોખંડના સળીયા અને 5 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ કરાયો છે. 35.54 એકરમાં 4500થી વધુ ઓફિસો આવેલી છે.

 

67 લાખ ચોરસફૂટના બાંધકામમાં 300 ચોરસ ફૂટથી લઈને એક લાખ ચોરસ ફૂટ સુધીના એરિયાની ઓફિસો છે. જેની કુલ ક્ષમતા 67 હજાર વેપારીઓ, કારીગરો અને મુલાકાતીઓને સમાવવાની છે.

ટાવરોમાં 11.25 લાખ ચોરસ ફૂટ એલિવેશન ગ્લાસનો ઉપયોગ કરાયો છે. ઈમારતોના ગ્રાઉન્ડ ફલોર પર બેંક, રેસ્ટોરન્ટ અને ડાયમંડ લેબ સહિતની સુવિધાઓ છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની પણ અહીં સુવિધા છે.

 

વિશ્વની સૌથી મોટી ઇમારત

અગાઉ જુલાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પરના એક મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સ છેલ્લા 80 વર્ષોમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જ તરીકે પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે. અહીં એક ઓફિસ બિલ્ડિંગ છે. તે વેપાર, નવીનતા અને સહયોગના હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે.

 

PM મોદીએ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું 

આ પહેલા PM મોદીએ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં અધિકારીઓએ સુવિધાઓથી મોદીની અવગત કરાવ્યા હતા. બાદમાં 8 કિમીનો રોડ-શો શરૂ થયો છે. જેમાં વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. મોદીનો કોન-વે ડાયમંડ બુર્સ તરફ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો : SURAT : PM મોદીએ સુરત એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું

Whatsapp share
facebook twitter