Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Crime Branch એ મોબાઈલ શોપમાં લૂંટ માચાવતો રીઢો ગુનેગાર ઝડપી પાડ્યો

07:17 PM Oct 02, 2024 |
  • Mobile ની દુકાનમાં ચોરીની ઘટનો ભેદ ઉકેલાયો
  • કુલ 7,45,282 રૂપિયાનો મુદામાલ ચોરી કરી ફરાર થયા
  • નાણાકીય જરૂરીયાત પૂરી કરવા Mobile ચોરી કરી

Surat Crime Branch News : ગત દિવસોમાં સુરતની અંદર આવેલા મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક Mobile શોપને લૂંટવામાં આવી હતી. આ Mobile ની દુકાનમાંથી આશરે 4.50 લાખની ચોરી કરવામાં આવી હતી. ત્યારે દુકાનના માલિકે મહિધરપુરા વિસ્તારમાં આવલા Police Station માં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ મામલે Surat Crime Branch એ તજવીજ હાથ ધરી હતી.

Mobile ની દુકાનમાં ચોરીની ઘટનો ભેદ ઉકેલાયો

મહિધરપુરા વિસ્તારમાં હેવમોર Mobile ની દુકાનમાં ચોરીની ઘટનોSurat Crime Branchની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.Surat Crime Branch ની ટીમે એક કુખ્યાત ચોરને ઝડપી પાડી તેની પાસેથી 27 Mobile અને બાઈક મળી કુલ 5.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીએ સુરત પોલીસ સામે કબૂલ્યું છે કે, નાણાકીય જરૂરિયાતોને પૂરી પાડવા માટે Mobile ની દુકાનમાં લૂંટ મચાવી હતી.

આ પણ વાંચો: Sabarkantha : વિવિધ નવરાત્રિ મંડળઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો

કુલ 7,45,282 રૂપિયાનો મુદામાલ ચોરી કરી ફરાર થયા

સુરતના મહિધરપુરા લાલ દરવાજા વિસ્તારમાં આવેલી મોટી શેરી પાસે હેવમોર Mobile ની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. તો તસ્કરો દુકાનના શટરના તાળા તોડીને દુકાનમાંથી 7,25,282 રૂપિયાની કિમંતના 40 નંગ Mobile તેમજ રોકડા રૂપિયા 20 હજાર મળી કુલ 7,45,282 રૂપિયાનો મુદામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. જે બાદ Mobileની શોપના માલિકે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

નાણાકીય જરૂરીયાત પૂરી કરવા Mobile ચોરી કરી

Surat Crime Branch એ પાંડેસરા વિસ્તારમાંથી આરોપી પ્રેમ લુકમાન મંડલની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 4.55 લાખની કિમંતના 27 Mobile સહિત 50 હજારની એક બાઈક મળી હતી. પોલીસની પૂછપરછમાં આરોપી હાલ કોઈ કામધંધો કરતો ના હોય અને નાણાકીય જરૂરીયાત પૂરી કરવા Mobile ચોરી કરીને તેનું વેચાણ કરી પૈસા કમાવવા હેતુથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

આ પણ વાંચો: Sabarkantha : બોરીયા-સીતવાડામાં પૈસાની અદાવત રાખી ધમકી અપાતાં સામસામી ફરીયાદ