+

સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા….વાંચો અહેવાલ

અહેવાલ – આનંદ પટણી, સુરત દેશ -વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો પર ગુજરાત એટીએસ દ્વારા બાઝ નજર રાખવામાં આવી રહી છે.દેશને આર્થિક રીતે નુકશાન પોહચાડવાના કૃત્ય કરતા તત્વોને ઝડપી પાડવા એટીએસ…

અહેવાલ – આનંદ પટણી, સુરત

દેશ -વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો પર ગુજરાત એટીએસ દ્વારા બાઝ નજર રાખવામાં આવી રહી છે.દેશને આર્થિક રીતે નુકશાન પોહચાડવાના કૃત્ય કરતા તત્વોને ઝડપી પાડવા એટીએસ દ્વારા ભારે કમર કસવામાં આવી છે.જે અન્વયે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે.સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની ગાઈડલાઈન નો ભંગ કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલ માં તબદીલ કરવાનું રેકેટ ચાલી રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી.

જે માહિતીના આધારે એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિધરપુરા ખાતે ચાલતા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ પર છાપો માર્યો હતો.જ્યાંથી ISD કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ચલાવતા સૌરભ ચિન્મય સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બીપીનચંદ્ર ટોપીવાળાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

મહિધરપુરા સ્થિત ભવાની વડ ખાતે આવેલા “ભવાની વિલા”ના ત્રીજા માળે છાપો મારી પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના 28 જેટલા સીમકાર્ડ લગાવેલ સિમ બોક્સ, ફાયરવોલ સહિત 2.48 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.જે આરોપીઓ વિરુદ્ધ સૂરત ક્રાઇમ બ્રાન્ચ માં ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓની કરવામાં આવેલી પૂછપરછમાં આ રેકેટ મુખ્યત્વે જીગર દીપકભાઈ ટોપીવાલા દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. જે સીધું નેટવર્ક દુબઈ ખાતેથી ઓપરેટ કરવામાં આવે છે. દુબઈ ખાતે રહેતા આરોપી જીગર દીપક ટોપીવાળા દ્વારા સુરતના બંને આરોપીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

જે બંને આરોપીઓ દ્વારા સુરતના મહિધરપુરા ખાતે આવેલા ભવાની વિલામાં ફેક્શન બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કંપનીના નીચે આવેલ ત્રીજા માળે દુબઈની અલગ અલગ કંપનીઓ તથા ગેમિંગ માટે ગેરકાયદેસર રીતે ભારત દેશમાં ઇન્ટરનેશનલ કોલ કરવા કોલિંગ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યા હતાં. સી.પી.યુ તથા સીમબોક્ષ પાર્સલમાં મોકલી આપી સીમબોક્ષ એક્ટીવ કરવા વોઈટેક કંપનીના ટેક્નિશિયનને મોકલવામાં આવતું હતું.

પાર્ટીઓના નામનાં મોબાઈલ સીમકાર્ડ એક્ટીવ કરી ઈન્ટરનેટ કનેક્શન આપી સીસ્ટમ ચાલુ કરી દુબઇથી આવતા ઇન્ટરનેશનલ કોલને લોકલમાં તબદીલ કરવામાં આવતા હતા. આ રીતે કોલરની ઓળખ છુપાવી ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્ષચેન્જ ઊભું કરીને દેશની સલામતીને જોખમમાં મુકી ભારત દેશને અને ટેલિકોમ કંપનીને આર્થિક નુકશાન પહોંચાડવામાં આવતું હોવાની હકીકત બહાર આવી હતી..

વધુમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે,ગેરકાયદેસર સિમ બોક્સના ઉપયોગથી ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા VoIP કોલને ગેરકાયદેસર રીતે બાયપાસ કરીને લોકલ કોલમાં પરિવર્તીત કરવામાં આવે છે.સીમ બોક્સમાં લગાવેલ અલગ અલગ કંપનીના સીમકાર્ડના નંબર કોલ કરનાર ડીસ્પ્લે થતો હોવાથી કોલ રીસીવ કરનારને તથા ટેલિકોમ કંપનીઓને ખ્યાલ આવતો નથી કે ખરેખર આ ઇન્ટરનેશલ કોલ તે ISD કોલ હોય છે. જેના કારણે ટેલિકોમ કંપનીઓ તેનો ચાર્જ વસૂલ કરી શકતી નથી.જેથી આ રેકેટ દ્વારા ટેલિકોમ કંપનીને આરોપીઓ દ્વારા આર્થિક રીતે નુકશાન પોહચાડવામાં આવતું હતું.

આમ,આરોપીઓ દ્વારા ટેલિફોન એક્સચેન્જના નિયમ” ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટનો ભંગ કરવામાં આવ્યો હતો.જે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવવાથી દેશના અર્થતંત્રને પણ ખૂબ જ મોટું નુકશાન થાય છે.એટલું જ નહીં પરંતુ દેશની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થાય છે.

જ્યાં ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચાલતા રેકેટનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરવાના આવી છે.જ્યાં આરોપીઓ પાસેથી સીમ બોક્ષ, અલગ-અલગ કૂલ-૩૧ સીમ કાર્ડ, ફાયરવોલ, CPU, ડેસ્કટોપ સ્વિચ, બે લેપટોપ તેમજ LAN કેબલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આ ગુનામાં સંડોવાયેલ અને ફરાર આરોપી જીગર ટોપીવાળા ક્રિકેટ સટ્ટાકાંડનો આરોપી છે. જ્યાં પોલીસે જીગર ટોપવાળાની સાથે સાથે વોઇટેક કંપનીના ટેકનિશિયન અનુપ સહિત અન્ય બે શખ્સોને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો – Gondal પંથકમાંથી વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપાયો

Whatsapp share
facebook twitter