Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરત બન્યું ઓર્ગન ડોનર સીટી: એક દીકરીના અંગદાનથી પાંચને નવજીવન

06:30 PM May 10, 2023 | Vipul Pandya

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટીOrgan Donner city ) તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરતથી ડોનેટ લાઈફના માધ્યમથી વધુ એક અંગદાન(  Organ and Tissue Donate) કિરણ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું છે, 27 વર્ષીય પલક તેજસ ચાંપાનેરીના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
માથામાં દુઃખાવો અને ઉલ્ટીઓ થતા તેને તાત્કાલિક સારવાર
ધરમપુરમાં આવેલ મોર્ડન સરકારી શાળામાં પ્રવાસી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પલકને ગત 11 સપ્ટેમ્બરના રોજ અચાનક માથામાં દુઃખાવો અને ઉલ્ટીઓ થતા તેને તાત્કાલિક વલસાડમાં આવેલ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા તેને બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે પરિવારજનોએ તેને ૧૨મી સપ્ટેમ્બરે સુરતમાં આવેલ કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડાની સારવાર હેઠળ દાખલ કરી. નિદાન માટે CT કરાવતા નાના મગજની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.13 સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે કોઇલીંગ કરી લોહીનો પ્રવાહ બંધ કર્યો હતો. જો કે ત્યાર બાદ 20 સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે પલકને બ્રેનડેડ જાહેર કરી.
 
પરિવારના અન્ય સભ્યોની મહાનતા 
મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ શ્રી નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી પલકના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી પલકના પતિ તેજસ અને માતા પન્નાબેન રાજેન્દ્રભાઈ રાઠોડ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ.

મારી પત્ની પલક બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે
પલકના પતિ તેજસે જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા ત્યારે મારી પત્ની પલક પણ કહેતી હતી કે આ એક ઈશ્વરીય કાર્ય છે, દરેક વ્યક્તિએ પોતાના બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવું જ જોઈએ જેથી ઓર્ગન નિષ્ફળતા સાથે જીવનાર દર્દીઓને નવું જીવન મળી શકે. મારી પત્ની પલક બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને વધુ ને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવ જીવન આપવા અમે સહમત થયાં. પલકના મમ્મી પન્નાબેન BAPS સંસ્થા સાથે જોડાયેલા છે તેઓએ પણ જણાવ્યું કે આ એક ઈશ્વરીય કાર્ય છે. અંગદાન જીવનદાન છે. પલકનો પતિ તેજસ સેલવાસમાં આવેલ ઇપ્કા લેબોરેટરીમા ફાર્માસ્યુટિકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.
 
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ 
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવર દાનમાટે જણાવ્યું. SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે કિડનીનું દાન, લિવરનું દાન ડો. ધનેશ ધનાણી, ડો.ગૌરવ ચૌબલ અને તેમની ટીમે, ચક્ષુઓનું દાન ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું.
 
પાંચ વ્યક્તિઓને મળ્યું નવજીવન
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 43 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 35 વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 65 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1028 અંગો અને ટીસ્યુઓનું દાન
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1028 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 432 કિડની, 184 લિવર, 8 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 334 ચક્ષુઓના દાનથી કુલ 941 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.