+

SURAT: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગુંગળામણથી મોત

સુરતમાં પલસાણા – કડોદરા રોડ પરની ઘટના સામે આવી છે. જેમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણના કારણે મોત થયા છે. જેમના મૃતદેહ ટાંકી માંથી બહાર કાઢવાની પરકીય ચાલુ…

સુરતમાં પલસાણા – કડોદરા રોડ પરની ઘટના સામે આવી છે. જેમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણના કારણે મોત થયા છે. જેમના મૃતદેહ ટાંકી માંથી બહાર કાઢવાની પરકીય ચાલુ છે.

ટાંકી સાફ કરવા માટે ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણના કારણે મોત

સુરતમાં ટાંકી સાફ કરવા માટે ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણના કારણે મોત નિપજ્યાં છે. આ ઘટના પલસાણા – કડોદરા રોડ પર આવેલી રાજહંસ ટેક્ષ નામની મીલમાં બની હતી. ત્યાર બાદ આ ઘટનાની જાણ કામરેજ ઇ આર સી ફાયર અને બારડોલી ફાયર વિભાગને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ ટાંકમાંથી આ 4 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વારંવાર આવી ઘટના આપણે જોતાં હોઈએ છે

વારંવાર આ પ્રકારની ઘટનાઓ આપણી સમક્ષ આવતી જ રહેતી હોય છે. સફાઇ કર્મચારીઓના મોતની ઘણી ઘટના આપણે જોઈએ છે છતાં પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા ન હોય તેવું દેખાઈ રહ્યું છે. સરકાર આ બધી ઘટના વિશે જાણતી હોવા છતાં પણ અજાણ બનીને બેસી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કર્મચારીનું ગુંગળામણથી મોત

થોડા દિવસો પહેલા પણ આવી એક ઘટના ભાવનગરમાં સર્જાઇ હતી. ભાવનગરમાં આવેલી કેન્દ્ર સરકાર સંચાલિત સેન્ટ્રલ સોલ્ટ સંસ્થાની ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કર્મચારીનું ગુંગળામણથી મોત થયું હતું. સફાઈ કર્મચારી ગટરમાં સફાઈ કરવા ઉતર્યો હતો ત્યારે તેનું ગુંગળામણથી મોત થતાં મૃતકના પરિવારજનો રોષે ભરાયા છે. આ ઘટનામાં સેન્ટ્ર્લ સોલ્ટ તેમજ કોર્પોરેશનના જવાબદાર અધિકારીની બેદરકારીથી સફાઈ કર્મચારીનું મોત થતાં મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચો – MORBI : વાંકાનેરમાં રામ રામ કરવા જતાં થઈ ગઈ ફાયરિંગ, સમગ્ર મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Whatsapp share
facebook twitter