+

Supreme Court : Arvind Kejriwal પર આજે ‘સુપ્રીમ’ સુનાવણી… મળશે રાહત?

દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ માટે આજનો દિવસ મહત્વનો છે. કેજરીવાલ સંબંધિત મામલામાં આજે સુનાવણી થવાની છે. હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં દાખલ અરજી…

દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ માટે આજનો દિવસ મહત્વનો છે. કેજરીવાલ સંબંધિત મામલામાં આજે સુનાવણી થવાની છે. હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં દાખલ અરજી પર પ્રથમ સુનાવણી થશે જેમાં હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડને યોગ્ય ઠેરવ્યું હતું. તે જ સમયે, બીજી સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે જ્યાં કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારવાનો નિર્ણય લેવામાં આવશે. સુનાવણી દરમિયાન કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવશે.

‘મારી ધરપકડ લોકશાહીના સિદ્ધાંતો પર હુમલો છે’

અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યો છે, જેના પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. CM કેજરીવાલ વતી આ મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું છે કે મારી ધરપકડ નિષ્પક્ષ ચૂંટણી આધારિત લોકશાહીના સિદ્ધાંતો પર હુમલો છે. રાજકીય વિરોધીઓની સ્વતંત્રતા પર હુમલો કરવા માટે EDએ આવું કર્યું છે. ED પાસે એવી કોઈ સામગ્રી નથી કે જેના આધારે PMLA ની કલમ 19 હેઠળના ગુનાનું અનુમાન લગાવી શકાય. ED દ્વારા કરાયેલી ધરપકડ માત્ર સહ-આરોપીઓના વિરોધાભાસી નિવેદનો પર આધારિત છે. આ સહઆરોપીઓ હવે સરકારી સાક્ષી બની ગયા છે.

AAP ના બે CM તિહારમાં મળશે…

તમને જણાવી દઈએ કે ઘણા દિવસોની તપાસ અને મીટિંગ બાદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન વચ્ચે તિહાર જેલમાં મીટિંગ ફાઈનલ થઈ ગઈ છે. આજે બપોરે 12 વાગ્યે ભગવંત માન તિહાર જેલમાં કેજરીવાલને મળશે. આ પહેલા શુક્રવારે કેજરીવાલ અને ભગવંત માનની મીટિંગને લઈને પંજાબ પોલીસના ADG અને તિહાર જેલના અધિકારીઓ વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી બેઠક યોજાઈ હતી જેમાં CMના પ્રોટોકોલ, તેમની સુરક્ષા અને જેલ મેન્યુઅલ પર ચર્ચા કરવામાં આવી હતી. ભગવંત માન અને કેજરીવાલની આ મુલાકાત માટે તિહાર જેલમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

‘કેજરીવાલ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન ઈચ્છે છે’

બીજી તરફ ભાજપ કેજરીવાલના રાજીનામાની માંગ પર અડગ છે. ભાજપનો આરોપ છે કે કેજરીવાલની જીદને કારણે દિલ્હી મુશ્કેલીમાં છે. જેલમાંથી સરકાર ચલાવી રહેલા કેજરીવાલ સામે ભાજપ સતત વિરોધ કરી રહ્યું છે. ભાજપની માંગ છે કે કેજરીવાલ તાત્કાલિક CM પદ પરથી રાજીનામું આપે.. ભાજપનો આરોપ છે કે કેજરીવાલ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માંગે છે.

કે.કવિતા અને સિસોદિયા પર સુનાવણી…

આ સાથે જ દારૂ કૌભાંડના બીજા આરોપી અને આમ આદમી પાર્ટીના નંબર ટુ મનીષ સિસોદિયાના જામીન પર પણ આજે સુનાવણી થવાની છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં મનીષ સિસોદિયાની આ બીજી અરજી છે. આ ઉપરાંત આજે શરાબ કૌભાંડમાં દિલ્હી સરકાર અને દક્ષિણની લિકર લોબી વચ્ચેની લિંકને લઈને કવિતાના CBI રિમાન્ડ મામલે પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. કવિતાને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે કારણ કે હજુ પણ ઘણા પ્રશ્નો છે જેના જવાબ CBI ટીમને મળવાના બાકી છે. કવિતાને મળ્યા નથી.

  • પ્રશ્ન નંબર 1- શું તમારી વિનંતી પર હવાલા મારફત રૂપિયા ગોવા મોકલવામાં આવ્યા હતા?
  • પ્રશ્ન નંબર 2- વિજય નાયર સાથે તમને કોને અને ક્યારે મલાવ્યા?
  • પ્રશ્ન નંબર 3- 100 કરોડ રૂપિયા ક્યાં અને કેવી રીતે એકઠા થયા?
  • પ્રશ્ન નંબર 4- તમે સિસોદિયા સાથે પહેલીવાર ક્યારે અને ક્યાં વાત કરી?
  • પ્રશ્ન નંબર 5- શું તમે કેજરીવાલને મળ્યા હતા?

CBI ની ટીમ આ સવાલોના જવાબ શોધવામાં વ્યસ્ત છે, આથી આજે સુનાવણી દરમિયાન CBI કવિતાના રિમાન્ડ વધારવાની માંગ કરી શકે છે.

આ પણ વાંચો : BJP Manifesto : ભાજપનો ‘સંકલ્પ પત્ર’ જાહેર, રાજનાથે કહ્યું- મોદીની ગેરંટી 24 કેરેટ સોના જેટલી છે…

આ પણ વાંચો : YS Jagan Mohan Reddy પર રોડ શો દરમિયાન પથ્થરમારો, કપાળ પર પહોંચી ઈજા…

આ પણ વાંચો : Uttar Pradesh: મૃતદેહ ચિતા પર હતો અને સામે આવી ચોંકાવનારી હકીકત, બોલાવવી પડી પોલીસ

Whatsapp share
facebook twitter