Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સનરાઈઝર્સ હૈદરાબાદને મળ્યા નવા હેડ કોચ, ટોમ મૂડીની લેશે જગ્યા

01:20 PM Apr 18, 2023 | Vipul Pandya

IPL ની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને લઇને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ટૂર્નામેન્ટની 16મી (IPL 2023) સિઝન શરૂ થાય તે પહેલા SRH એ એક મોટો નિર્ણય લીધો છે. ટીમના મેનેજમેન્ટ દ્વારા ટોમ મૂડીના સ્થાને બ્રાયન લારાને મુખ્ય કોચનું પદ આપવામાં આવ્યું છે. આ માહિતી ખુદ ફ્રેન્ચાઈઝી (SRH) દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવી છે.
IPL 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદ એટલે કે SRHની સફર એટલી ખાસ નહોતી રહી. રમાયેલી 14 મેચોમાંથી, ફ્રેન્ચાઇઝી ફક્ત 6 મેચમાં જ જીતવામાં સફળ રહી હતી. જ્યારે હૈદરાબાદને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, પોઈન્ટ ટેબલમાં પણ SRHએ IPLની તેમની 15મી આવૃત્તિને આઠમાં સ્થાને પૂર્ણ કરી. મહત્વનું છે કે, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ટોમ મૂડીનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથેનો કરાર પૂર્ણ થઈ ગયો હતો અને ફ્રેન્ચાઈઝીએ પણ તેને વધારવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. મૂડી 2013 થી 2016 સુધી SRHના મુખ્ય કોચ હતા. તેમના કોચિંગ હેઠળ જ ટીમે ડેવિડ વોર્નરના નેતૃત્વમાં 2016માં IPLનો ખિતાબ જીત્યો હતો. તેમજ મૂડીના કાર્યકાળ દરમિયાન ટીમ 5 વખત પ્લેઓફમાં પણ પહોંચી હતી. ટીમે તેના કોચિંગમાં શાનદાર કામ કર્યું છે.

ટોમ મૂડીના વારંવાર ફ્લોપ થવાના કારણે, સનરાઇઝર્સ (SRH) એ તેમના મુખ્ય કોચ બદલવાનો નિર્ણય લીધો છે અને હવે વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રાયન લારાને ટીમની કમાન સોંપવામાં આવી છે. જીહા, સનરાઈઝર્સ હૈદરાબાદે વિન્ડીઝના બ્રાયન લારાને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે, ટોમ મૂડીને તેમના ભવિષ્ય માટે સોશિયલ મીડિયા પર આજે એટલે કે 3જી સપ્ટેમ્બરે શુભેચ્છા પાઠવી છે.