+

VADODARA : શિકારી દિપડાને પકડવા માટે સઘન વ્યવસ્થા ગોઠવાઇ

VADODARA : વડોદરાના આજવા સફારી પાર્ક (Ajwa Nature Park And Zoo) માં વન્યજીવોને રાખવામાં આવ્યા છે. જે પૈકી હરણ અને સાબરની સંખ્યા વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં અહિંયા…

VADODARA : વડોદરાના આજવા સફારી પાર્ક (Ajwa Nature Park And Zoo) માં વન્યજીવોને રાખવામાં આવ્યા છે. જે પૈકી હરણ અને સાબરની સંખ્યા વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં અહિંયા દિપડા દ્વારા એક હરણ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં સારવાર આપ્યા બાદ પણ હરણ બચાવી શકાયુ ન્હતું. જો કે, સુત્રો જણાવી રહ્યા છે કે, દિપડાએ એક નહિ પરંતુ ચાર જેટલા હરણને શિકાર બનાવ્યા હોવાની પ્રબળ લોકચર્ચા છે.

તંત્ર એલર્ટ બન્યું

વડોદરા પાસે આજવા સફારી પાર્ક આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં વન્યજીવોને રાખવામાં આવ્યા છે. તાજેતરમાં અહિંયા દિપડાની હાજરી નોંધાઇ હતી. દિપડા દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા તંત્ર એલર્ટ બન્યું હતું. અને વન્યજીવોની રક્ષા માટે તથા શિકારી દિપડાને પકડી પાડવા માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ન્હોર દાંતના નિશાન દિપડાના

પાલિકાના ઝુ ક્યૂરેટર પ્રત્યુશ પાટણકર જણાવે છે કે, આજવા સફારી પાર્કમાં દિપડાની મુવમેન્ટ થતી રહે છે. પાછળ પાવાગઢના જંગલ હોવાના કારણે સફારી પાર્કમાં દિપડો અવાર-નવાર જોવા મળતો હોય છે. આ વખતે દિપડાની મુવમેન્ટ હોય તેવી શંકા હતી. દિપડાએ એક હરણને ઇજાગ્રસ્ત કર્યું હતું. સ્થળ પર પહોંચતા પ્રાથમિક દ્રષ્ટિએ આસિસ્ટન્ટ ડાયરેક્ટરને લાગ્યું કે હરણો વચ્ચે અંદરો અંદર લડાઇ થવાના કારણે નરનું શિંગડુ માદાને વાગ્યું હોઇ શકે. પરંતુ સારવાર અર્થે ડોક્ટર પહોંચ્યા અને જોયું તો ખબર પડી કે તેના પર ન્હોર અને દાંતના નિશાન જોતા, દિપડાના હુમલાની ઘટના બની શકે છે. પિંજરાની આસપાસ સઘન તપાસ કરતા દિપડાના પગલાં અને મળના અવશેષો મળી આવ્યા હતા. જેથી જાણ્યું કે દિપડો આ ભાગમાં એક્ટીવ મુવમેન્ટ રાખી રહ્યો છે. હરણનું દોઢ દિવસની સારવાર બાદ અમે બચાવી ન શક્યા. તે ઉંમરલાયક પણ હતું.

વહેલી તકે સુરક્ષીત કરવાનો અમારો પ્રયાસ

વધુમાં તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ઘટના અટકાવવા માટે વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગે તુરંત છટક પિંજરુ મુકી દીધું છે. અમારા દ્વારા બીજો પત્ર લખ્યો છે. વધુ પિંજરૂ માંગવામાં આવ્યું છે. પિંજરાના ફરતે કોઇ જોખમી ઝાડ હોય તેનું ટ્રીમીંગ કરાવી દેવામાં આવ્યું છે. સાથે જ ઘાસની સાફ સફાઇ કરવામાં આવી છે. હાલમાં તમામ દિશામાં વધુ 10 હેલોઝન મારવામાં આવ્યો છે. પિંજરાની ફેન્સીંગ 15 ફુટ ઉપર હતી. તેના પર બાવળીયા કાંટા પણ લગાડ્યા છે. જે નબળો ભાગ છે તેને વહેલી તકે સુરક્ષીત કરવાનો અમારો પ્રયાસ રહેશે.

આ પણ વાંચો — VADODARA : મંદિરની આરતી પણ તસ્કરોએ ન છોડી

Whatsapp share
facebook twitter