+

સુખવિંદર સુખુ બન્યા હિમાચલના મુખ્યમંત્રી, મુકેશ અગ્નિહોત્રી DyCM, કાલે શપથ

મુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી બનશેઆવતીકાલે સવારે 11 વાગ્યે શપથ લેશે40 સીટો જીતીને કોંગ્રેસે સત્તા મેળવીહિમાચલપ્રદેશને નવા મુખ્યમંત્રી મળ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સુખવિંદરસિંહ સુખુને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે પ્રતિભા સિંહના સમર્થક ધારાસભ્ય મુકેશ અગ્નિહોત્રીને ડેપ્યુટી સીએમ (DyCM) બનાવવામાં આવશે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં આ અંગે મહોર મારી દેવામàª
  • મુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી બનશે
  • આવતીકાલે સવારે 11 વાગ્યે શપથ લેશે
  • 40 સીટો જીતીને કોંગ્રેસે સત્તા મેળવી
હિમાચલપ્રદેશને નવા મુખ્યમંત્રી મળ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સુખવિંદરસિંહ સુખુને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે પ્રતિભા સિંહના સમર્થક ધારાસભ્ય મુકેશ અગ્નિહોત્રીને ડેપ્યુટી સીએમ (DyCM) બનાવવામાં આવશે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં આ અંગે મહોર મારી દેવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ રવિવારે સવારે 11 વાગ્યે યોજાશે. ધારાસભ્ય દળની બેઠક બાદ કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
પ્રમાણિક રાજ્ય બનાવવા પ્રયાસ
પ્રતિભા સિંહે કહ્યું કે, અમે હાઈકમાન્ડના નિર્ણયનો સ્વીકાર કર્યો છે. જ્યારે સુખવિંદરસિંહ સુખુએ કહ્યું કે, તે આગળના પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. તેઓ સિસ્ટમ બદલવા માટે સત્તામાં આવ્યા છે. હિમાચલને સુંદર, સ્વચ્છ અને પ્રામાણિક રાજ્ય બનાવશે.
ધારાસભ્ય દળની બેઠક
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ પ્રતિભા સિંહના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ધારાસભ્ય દળની બેઠક વચ્ચે તેમણે વિધાનસભાની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. તે પહેલા આ લોકો એક હોટલની બહાર પણ પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય સુપરવાઈઝર દાવેદારો સાથે બેઠક કરી રહ્યા હતા. સુખવિંદર સિંહ સુખુ, પ્રતિભા સિંહ, મુકેશ અગ્નિહોત્રી, વિક્રમાદિત્ય સિંહ, સુપરવાઈઝર ભૂપેશ બઘેલ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, રાજ્ય પ્રભારી રાજીવ શુક્લા પણ ધારાસભ્ય દળની બેઠકમાં વિધાનસભા પહોંચ્યા હતા.
ભૂપેશ બઘેલે કરી જાહેરાત
ધારાસભ્ય દળની બેઠક બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે હિમાચલના મુખ્યમંત્રીનું નામ જાહેર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા સુખવિંદરસિંહ સુખુ હિમાચલ પ્રદેશના CM અને મુકેશ અગ્નિહોત્રી DyCM બનશે. આવતીકાલે સવારે 11 વાગ્યે શપથ સમારોહ યોજાશે.
આંતરીક વિરોધ
જણાવી દઈએ કે, હિમાચલપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મળ્યા બાદ કોંગ્રેસમાં બે દિવસથી સતત આંતરિક વિરોધનો ચરૂ ઉઠ્યો હતો. હિમાચલમાં મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો નક્કી થઈ શક્યો નહોતો. શનિવારે સાંજે 5 વાગ્યે શિમલામાં ફરીથી વિધાનમંડળ પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં CM પદને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવવાની સંભાવના હતી. સુખુને 25 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter